________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૩૨
“થાશું પ્રેમ બન્યો રે રાજ' - એ રાગ નિષ્કર્મ શર્મ તે પામે દશાંતર, નિષ્કર્મ શર્મ તે પામે, (ધ્રુવપદ) કર્મ વિષ તરુ ફલ ત્યજે તેને, અનુભવ અમૃત જામે... નિષ્કર્મ શર્મ. ૧ અજ્ઞાન ભાવમાં પૂર્વે વાવેલા, વિષમ જે વિષવેલા, તેને ઉગેલા વિષફળ હાવાં, આવ્યા ઉદય આ વેળા... નિષ્કર્મ શર્મ. ૨ કર્મના બીજ પૂર્વે વાવ્યા તે, હાલ ઉદય ફળ લાવ્યા, લેવા હોય તે લીએ ફળો તે, ખાય ભલે મન ભાવ્યા... નિષ્કર્મ શર્મ. ૩ ન લેવા હોય તે કેમ લીએ ને ? કેમ પરાણે પાયે ? --- ખાવા હોય તે ખાય ભલે તે, ન ખાવા હોય ન ખાયે... નિષ્કર્મ શર્મ. ૪ આત્માને જ હું વેદું કેવલ, કર્મફલ ન જ વેઠું, જેહ તે કર્મફલ કેમ જ વેદે ? ભેદ જાણે જાણભેદું. નિષ્કર્મ શર્મ. ૫ એમ સ્વત એવ સ્વ અમૃતફળથી, તૃપ્ત થયેલો જેહ, તે પૂર્વકમ વિષદ્ધમોના, ફળ ન ભોગવતો તેહ... નિષ્કર્મ શર્મ. ૬ નિષ્કર્મ શર્મ તે પામે દશાંતર, અનુભવ અમૃત જામે, એવી ઓર દશા પ્રાપ્ત ભગવાન આ, પહોંચે અમૃત ધામે.. નિષ્કર્મ શર્મ તે પામે... નિષ્કર્મ શર્મ. ૭
અમૃત પદ - ૨૩૩ (“ધન્ય રે દિવસ આ અહો !' - એ રાગ, અથવા શાંતિજિન એક મુજ વિનંતિ) પ્રશમ રસ પીઓ સંતા રે ! અહીંથી કાળ અનંત રે, જ્ઞાન ચેતના સ્વ આત્મની, સાનંદ નટાવંત રે... પ્રશમ રસ પીઓ રે. ૧ વિરતિ કર્મથી કર્મફલની, અવિરત ભાવી, અત્યંત રે, અખિલ અજ્ઞાન ચેતનાતણું, નટાવી પ્રલયન સંત રે... પ્રશમ રસ પીઓ રે. ૨ સ્વરસ પરિગત સ્વભાવને, પૂર્ણ કરી અત્યંત રે, જ્ઞાન ચેતના સ્વ આત્મની, સાનંદ નટાવંત રે... પ્રશમ રસ પીઓ રે. ૩ પ્રશમ રસ પીઓ સંત રે, અહીંથી કાળ અનંત રે, ભગવાન અમૃતચંદ્ર એ, પ્રશમામૃત વરષત રે... પ્રશમ રસ પીઓ રે. ૪
वसंततिलका यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां, भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः । आपातकालरमणीयमुदरम्यं, निष्कर्मशर्ममयमेति दशांतरं सः ।।२३२।।
ત્ર ધરા - अत्यंतं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च, प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलज्ञानसंचेतनायाः । पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां, सानंदं नाटयंतः प्रशमरसमितः सर्वकालं पिबंतु ॥२३३।।
૮૩૪