________________
અમૃત પદ - ૨૨૨ સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ? સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?... (ધ્રુવપદ). ૧ પૂર્ણ એક અટ્યુત શુદ્ધ જ જેનો, બોધ મહિમ આ જામે, બોધ એવો આ બોમ્બ થકી તો, વિક્રિયા કાંઈ ન પામે.... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૨ તહીંથી અહીંથી ઉભય દિશથી, જુઓ ! દગંત આ ઠામે, જેમ પ્રકાશ્ય થકી અહીં દીવો, વિક્રિયા કાંઈ ન પામે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૩ મગન છગનનું કાંડું પકડી, જેમ પ્રયોજે ખાસ, તેમ પ્રકાશ્ય ન દીપ પ્રયોજે, અલ્યા ! મને તું પ્રકાશ... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૪ લોહસૂચિ લોહચુંબક ખેંચી, જાય જ્યમ ચુંબક પાસે, તેમ સ્વસ્થાનથી ચુત થઈ દીવો, જાય ન પ્રકાશ્ય પાસે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૫ પ્રકાશ્ય હો વા મા હો પાસે, દીપ સ્વયં જ પ્રકાશે, સહજ જ વસ્તુસ્વભાવે વસ્તુ, સર્વ સ્વયં અવભાસે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૬ પરથી ઉપજાવાવા ન કો શક્ય, પર ઉપજાવવા ન શક્ત, વસ્તુ જ સહજ સ્વભાવે પરિણમે, નિજ પરિણતિ જ ફક્ત... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૭ જ્ઞાનને તેમ ન જોય પ્રયોજે, “અલ્યા ! મને તું પ્રકાશ !' શાન પણ સ્વસ્થાનથી ચુત થઈને, જાય નહિં જ શેય પાસે.. રે ચેતન-! ઉદાસીનતા કાં મૂકો?. ૮ શેય પાસે હો વા મા પાસે, જ્ઞાન સ્વયં જ પ્રકાશે, સહજ જ વસ્તુસ્વભાવ જ એવો, શાન સ્વયં અવભાસે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૯ એમ ન જોયથી જ્ઞાન વિકારી, જ્ઞાન હોય ન જોય, પ્રકાશ્યથી નો'ય દીપ વિકારી, દીપથી નો'ય પ્રકાશ્ય... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૧૦ એમ વસ્તુસ્થિતિ બોધ વિહોણી, બુદ્ધિ છે અહીં જેની, રાગદ્વેષમયા કેમ તે થાયે, જન એવા અજ્ઞાની... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૧૧ સહજ ઉદાસીનતા કાં મૂકે? સહજ સ્વરૂપ કાં ચૂકે? સહજાત્મસ્વરૂપ અમૃત મૂકી, પરરૂપ “વિષે કાં ઝૂકે રે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૧૨ નિષ્કારણ કરુણાથી આવી, અમૃત વાણી પુકારી, ભગવાન અમૃત અમૃત કળશે, મુમુક્ષુ લિઓ વિચારી... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૧૩
शार्दूलविक्रीडित पूर्णकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं, यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव । तद्वस्तुस्थितिबोधवंध्यधिषणा एते किमज्ञानिनो, रागद्वेषमयीभवंति सहजा मुंचन्त्युदासीनतां ||२२२।।