________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૨૩
“સેવક કેમ અવગણીએ ?' - એ રાગ જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો !... (ધ્રુવપદ) ચિત્ જ્યોતિ ચમકતી રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો !... જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! ૧ રાગ ને દ્વેષ વિભાવથી જેનું, મુક્ત થયું મહાતેજ, સ્વભાવ નિત્ય સ્પર્શત સુએ જે, સહજ સ્વરૂપની સેજ... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૨ ભૂત-ભાવિના કર્મ સકલથી, થયા વિકલ જે સંતા, વર્તમાન સમય કર્મ ઉદયથી, ભિન્ન સદા વર્તતા... રે ચેતન જ્ઞાન સંચેતના ચેતો. ૩ એમ ત્રિકાળ સંબંધી સર્વે, કર્મતણા “સંન્યાસી', નૈષ્કર્મ પામી જે ધર્મસ્વામી, સાચા થયા “સંન્યાસી'... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૪ એમ ચારિત્રગિરિના શૃંગે, થયેલા આરૂઢ દૂરે, ચારિત્ર વૈભવના બલથી જે, ઝીલતા ચૈતન્ય પૂરે... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૫ જ્ઞાનની સંચેતના તે ચેતે, ચિત્ અર્ચિથી ચમકતી, ચેતનના સ્વરસથી આ ભુવનો, જે અભિષેક કરંતી... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૬ શુદ્ધ ચૈતન્યમૂર્તિ જે સાક્ષાત્, મહાત્મસ્વરૂપ સ્વામી, ભગવાન અમૃત ભાખી ગયા એ, વાણી અમૃત ધામી... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૭
- અમૃત પદ - ૨૨૪ જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો !... ધ્રુવપદ. ૧ જ્ઞાન ચેતના ચેતતાં નિત્ય, જ્ઞાન અતિ શુદ્ધ શોધ, અજ્ઞાન ચેતનાથી દોડતો, બંધ નિરુધ બોધ... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૨ જ્ઞાન ચેતન અમૃતરસ એવો, ભગવાન અમૃતચંદ્ર, અમૃત કળશે પદ પદ ભરિયો, પી પી ભવ્ય આનંદ... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૩
S
शार्दूलविक्रीडित रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः, पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् । दूरारूढचारित्रवैभवबलाच्चंचच्चिदचिर्मयीं, विंदन्ति स्वरसभिषिक्तभुवनां ज्ञानस्य संचेतना ॥२२३||
a
उपजाति ज्ञानस्य संचेतनयैव नित्यं, प्रकाशते ज्ञानमतीव शुद्धं । अज्ञानसंचेनतया तु धावन्, बोधस्य शुद्धिं निरुणद्धि बंधः ॥२२८||
૮૩૦