________________
અમૃત પદ - ૨૦૮
“જ્ઞાનીને ઉપાસીએ' - એ રાગ આત્માને શોધતાં આત્મા જ ખોયો, અંધે મારગ ના જોયો... (ધ્રુવપદ). ૧ આત્મા પરિશુદ્ધ ઈચ્છવા રે જાતાં, આત્મા સમૂળગો ખોયો ! બેસવાની ડાળને કાપતાં, મૂરખનો જોટો જગતમાં ન જોયો !... આત્માને શોધતાં. ૨ પર્યાયને દ્રવ્ય માની લઈ મૂઢડે, પર્યાય દ્રવ્યને લેખિયું, અતિવ્યાપ્તિ ગ્રહી અતિતાર્કિકડે ! તત્ત્વ સમ્યક ના દેખિયું... આત્માને શોધતાં. ૩ એક પર્યાય જો અન્ય પર્યાયથી, અન્વય સંબંધ બાંધશે, રખે તો બલથી કાળ ઉપાધિના, અશુદ્ધિ અધિક ત્યાં સાધશે !... આત્માને. ૪ કાળ ભેદે એમ દ્રવ્ય અન્વયમાં, માની લઈ જ અશુદ્ધિ ! દ્રવ્યવંશ લોપતાં આત્માના વંશને, લોપતા કોઈ અબુદ્ધિ !... આત્માને. ૫ વર્તમાન સમયવર્તી પર્યાયને, માત્ર અમે તો માનીએ, ક્ષણવર્તી તેથી વસ્તુ ક્ષણિક છે, એ જ પરમાર્થ સહુ જાણીએ... આત્માને. ૬ શુદ્ધ જુસૂત્ર નયથી પ્રેરાઈને, એમ ક્ષણિક તે વાદીઓ, ક્ષણિક એકાંતથી કલ્પી ચૈતન્યને, જલ્પ અબુદ્ધ દુર્વાદીઓ... આત્માને. ૭ ચૈતન્યને એમ ક્ષણિક પ્રકલ્પતા, આત્મા જ કોઈએ છાંડિયો ! નિઃસૂત્ર મુક્તફલને જ દેખતાં, હાર જ્યમ અબુદ્ધ છડિયો !... આત્માને. ૮ નાશ નિરન્વય માની નિરાત્મા, વાદી ન આત્મા જ માનતા ! મૂળને ઉચ્છેદી શાખાને શોધતા, આકાશ પુષ્પ તે પામતા !... આત્માને. ૯ સૂત્ર વિહોણા મોતી વિકૃખંલા, છૂટા છૂટા જ જે દેખતા, તેહ ઉદ્ભૂખલ મુક્તાફલોનો, હાર અખંડ કેમ લખતા?. આત્માને શોધતાં. ૧૦ ચૈતન્ય અન્વય-સૂત્ર વિહોણા, પર્યાય મોતી જ પેખતા, નિરાત્મવાદી તે ચૈતન્ય-મોતીનો, હાર આત્મા ક્યમ દેખતા ?.. આત્માને. ૧૧ આત્મા લેવા જતાં આત્મા ગુમાવિયો, અહો ! કોઈની આ બુદ્ધિ, ક્ષણિક એકાંતની જાલ જટિલ એ, એમ વિદારજો સુબુદ્ધિ... આત્માને શોધતાં. ૧૨ તત્ત્વામૃત બૃત અમૃત કળશમાં, મંથી તત્ત્વાબ્ધિ વસાવ્યો, ભગવાન અમૃતચંદ્ર સુદર્શને, સ્યાદ્વાદ સિંધુ લસાવ્યો.. આત્માને શોધતાં. ૧૩
शार्दूलविक्रीडित आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यांधकैः, कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः । चैतन्यं क्षणिकं प्रकृल्प्य पृथुकैः शुद्धर्जसूत्रेरितै - रात्माव्युज्झित एव हारवरहो निस्सूत्रमुक्तेक्षिभिः ।।२०८।।
૮૨૧