________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ ૨૦૭ ‘ધાર તરવારની' એ રાગ (અથવા સરિવણી)
ક્ષણિક એકાંતનો વાદ મ પ્રકાશજો ! વાદ સ્યાદ્વાદ અમૃત પ્રકાશો 1... ધ્રુવપદ. ૧ વૃત્તિનો અંશ તે સમય વર્તે અને વસ્તુની વૃત્તિ ત્રયકાળવર્તી,
વૃત્તિનો અંશ તે વૃત્તિથી ભિન્ન નહિં, વૃત્તિ અંતર્ રહ્યો તેહ વર્તી... ક્ષણિક એકાંત તો. ૨
અંશ તે પૂર્ણમાં પૂર્ણ તે અંશમાં, વંશ તે પર્વમાં પર્વ તે વંશમાં,
અંગ તે દેહમાં દેહ તે અંગમાં, અંશ વ્યતિરેક હંસ અન્વય વંશમાં... ક્ષણિક એકાંત તો. ૩ પ્રવાહ ક્રમવત્તિ પરિણામો સદા, એક પ્રવાહ વૃત્તિ પરોવ્યા,
એક જ દ્રવ્ય મુક્તાવલીમાં, ભિન્ન પર્યાય મોતી પરોવ્યા... ક્ષણિક એકાંત તો. ૪ વૃત્તિ-અંશ નાશથી વત્તિમાન નાશ નહિં, વૃત્તિમાન વૃત્તિમાં નિત્ય વર્તે રહી, એમ વૃત્તિ અંશ ભિન્નતા છે ખરી, ભિન્નતા છે ન એક પ્રવાહે વહી... ક્ષણિક. ૫ તેથી એકાંતથી વૃત્તિ અભેદથી, નાશ એકાંત કલ્પી,
કરે અન્ય ભોગવે અન્ય એકાંત આ, મા પ્રકાશો જ ! મિથ્યાત્વ જલ્લી... ક્ષણિક. ૬ લીએ લાલો અને ભરે હરદાસ એ, ન્યાય અન્યાય એવો ન કીજે ! વદે અનુવદી આ દાસ ભગવાન એ, ન્યાય યાાદ અમૃત પીજે. ક્ષણિક. ૭
હ
-
अनुष्टुप्
वृत्यंशभेदतोऽत्यंतं, वृत्तिमन्नाशकल्पनात् ।
अन्यः करोति भुक्तेऽन्य, इत्येकांतश्चकास्तु मा ॥२०७॥
G
૮૨૦