________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૦૯
- “ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ ચિત્ ચિંતામણિ માળા ચકાસે, અમને બધે આ એક, ભગવાન અમૃતચંદ્ર પ્રકાશે, અનુભવ અમૃત છેક... ચિત્ ચિંતામણિ માળા. ૧ કર્તા ને ભોક્તાનો યુક્તિ, વશ હો ભેદ અભેદ ! ' હો કર્તા તે ભોક્તા મ વા હો, વસ્તુ જ ચિંતવો અભેદ... ચિત્ ચિંતામણિ માળા. ૨ સૂત્ર શું આત્મામાંહિ પરોવી, ચિત્ ચિંતામણિ માલ, અમને તો સર્વ જ પ્રકાશે, એક સદા ત્રણ કાળ... ચિતું ચિંતામણિ માળા. ૩ નિપુણોથી પણ જે ભેદવી, શક્ય નહિ કો કાળ, ચિત્ ચિંતામણિ માળા એવી, ભગવાન અમૃત ભાળ... ચિત્ ચિંતામણિ માળા. ૪ તત્ત્વ ચિંતામણિ પ્રતિપદ ગૂંથી, તત્ત્વ ચિંતામણિ માલ, તત્ત્વચિંતામણિ અમૃતચંદ્ર, અમૃત પાયું રસાલ... ચિતું ચિંતામણિ માલા. ૫
અમૃત પદ - ૨૧૦
પિયા પર ઘર મત જાવો રે' - એ રાગ નિશ્ચય-વ્યવહાર દૃષ્ટિએ રે, કરીએ તત્ત્વ વિચાર, ભગવાન અમૃત સ્વામીએ રે, દેર્યો સ્પષ્ટ પ્રકાર... નિશ્ચય વ્યવહાર. ૧ કેવળ વ્યવહાર દૃષ્ટિએ રે, કર્તા કર્મ વિભિન્ન, નિશ્ચયે વસ્તુ જો ચિતીએ રે, કર્તા કર્મ અભિન્ન... નિશ્ચય વ્યવહાર. ૨ - કર્તા કર્મ સદા એક છે રે, ઈષ્ટ નિશ્ચયથી જ આમ, દૃષ્ટિ સાપેક્ષ વિવેક કહ્યો રે, ભગવાન અમૃત સ્વામ.... નિશ્ચય વ્યવહાર. ૩
S
शार्दूलविक्रीडित कर्तु र्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोपि वा, कर्ता वेदयिता च मा भवतु वस्त्वेव संचिंत्यतां । प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भर्तुं न शक्या क्वचि - श्चिचिंतामणिमालिकेयमभितोप्येका चकास्त्येव नः ॥२०९।।
रथोद्धता व्यावहारिकदृशैव केवलं, कर्तृ कर्म च विभिन्नमिष्यते । निश्चयेन यदि वस्तु चिंत्यते, कर्तृ कर्म च सदैकमिष्यते ॥२१०॥
૮૨૨