________________
અમૃત પદ - ૧૯૨ પૂર્ણ જ્ઞાન જ્વલિત આ એવું, મોક્ષ અક્ષયને કળતું,
મોક્ષ અક્ષયને કળતું એવું, પૂર્ણ જ્ઞાન ઝળહળતું... પૂર્ણ જ્ઞાન. ૧ અચળ મહિમામહિં આત્માના, લીન થયેલું ન ચળતું,
બંધ છેદથી મોક્ષ અક્ષયને, અતુલને જે કળતું... પૂર્ણ શાન. ૨ નિત્ય ઉદ્યોત જે સ્ફુટિત થયેલી, સહજ અવસ્થા ધરતું,
પરમાણુ ય ન અશુદ્ધિ એવું, એકાંત શુદ્ધ જ ઠરતું... પૂર્ણ શાન. ૩ એકાકાર સ્વરસભરથી જે, ગંભીર ધીર અતિ ઠરતું,
સ્વના અચલ મહિમામાં લીનું, પૂર્ણ જ્ઞાન ઝળહળતું... પૂર્ણ શાન. ૪ પૂર્ણ જ્ઞાન જ્વલિત આ એવું, મોક્ષ અક્ષયને કળતું,
ભગવાન આ અમૃત આત્માના, સહજાત્મસ્વરૂપે ભળતું... પૂર્ણ જ્ઞાન. ૫
॥ इति मोक्ष अधिकार || ( समयसार शास्त्रे समयसार कलशे )
ડ
मंदाक्रांता - -बंधच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत - न्नित्योद्योतस्फुटितसहजावस्थमेकांतशुद्धं । एकाकारस्वरसभरतोऽत्यंतगंभीरधीरं,
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ॥ १९२॥
ડ
॥ इति मोक्ष अधिकारः ॥ ( समयसार शास्त्रे समयसार कलशे )
૮૧૩