________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૯૦
સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ હોતો, શીઘ મોક્ષને પામે, સ્વભાવ અનુભવ અમૃત પાને, પહોંચે અમૃત ધામે... સ્વભાવ નિયમિત મુનિ. ૧ પ્રમાદકલિત અલસ રે ! આંહી, કેમ હોયે શુદ્ધ ભાવ, કારણ કષાય ભર ગૌરવથી, પ્રમાદ અલસતા સાવ... સ્વભાવ નિયમિત મુનિ. ૨ એથી સ્વરસ નિર્ભર સ્વભાવે, નિયમિત મુનિ હોતો, પરમ શુદ્ધતાને પામે ને, અલ્પકાળે જ મુકાતો... સ્વભાવ નિયમિત મુનિ. ૩. ભગવાન અમૃત અમૃત કળશે, અનુભવ અમૃત પાને, સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ જ હોતો, પહોંચે અમૃત ધામે... સ્વભાવ નિયમિત. ૪
અમૃત પદ - ૧૯૧ દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ’ - એ રાગ ચૈતન્ય અમૃત પૂર મગ્ન તે રે, શુદ્ધ ભવન (હોતો) જ મૂકાય, પદ્રવ્ય ત્યજી રતિ ધારતો રે, સ્વ દ્રવ્યમાં જ સદાય... રે ચેતન શુદ્ધ ભવનું જ મૂકાયચૈતન્ય અમૃત પૂર મગ્ન તે રે... ૧ અશુદ્ધિકારી પરદ્રવ્યને રે, ત્યજી સ્વયં જ સમગ્ર, સ્વદ્રવ્ય રતિ જે પામતો રે, ચેતતો તે એક અગ્ર... રે ચેતન ! શુદ્ધ ભવનું જ મૂકાય. ૨ તે સર્વ જ અપરાધથી રે, નિયત થયેલો ચુત, બંધ ધ્વંસને પામીને રે, નિત્ય મુદિત અભુત... રે ચેતન ! શુદ્ધ ભવનું જ મૂકાય. ૩ આત્મ અમૃત જ્યોતિ થકી રે, અચ્છ અતિ ઉચ્ચલંત, ચૈતન્ય અમૃત પૂરથી રે, પૂર્ણ તે મહિમાવંત... રે ચેતન ! શુદ્ધ ભવનું જ મૂકાય. ૪ એવો શુદ્ધોપયોગે સ્થિતો રે, શુદ્ધ ભવનું જ મૂકાય, ભગવાન અમૃત તે વદે રે, શુદ્ધોપયોગી મુનિરાય... રે ચેતન શુદ્ધ ભવનું જે મૂકાય.. ૫
पृथ्वीवृत्त प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः, कषायभरगौरवादलसता प्रमादो यतः । अतः स्वरसनिभर नियमितः स्वभावे भवन्मुनिः परमशुद्धतां व्रजति मुच्यते चाचिरात् ।।१९०।।
शार्दूलविक्रीडित त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं, स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बंधध्वंसमुप्येत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्चल - चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ॥१९१।।
૮૧૨