________________
અમૃત પદ - ૧૮૯ સેવક કિમ અવગણીએ? હો મલ્લિ જિન !' - એ રાગ નીચે નીચે કાં પડતા પ્રમાદી, ઉંચે ઉંચે ન કાં ચડતા ? (૨)... પ્રમાદી. ૧ સ્વરૂપ-ભષ્ટતા પ્રમાદ ભજતાં, નીચે નીચે કેમ પડતા ? સ્વરૂપ સ્થિરતા અપ્રમાદ ભજતાં, ઉંચે ઉંચે ન કેમ ચડતા ?... પ્રમાદી. ૨ શુદ્ધ આત્માના ભાન વિના જ્યાં, પ્રતિક્રમણ જ વિષ ભાખ્યું, ત્યાં અપ્રતિક્રમણ અજ્ઞાની જનનું, કેમ અમૃત જાય દાખું?.. પ્રમાદી. ૩ તો જન નીચે નીચે પડતાં, કેમ કરે છે પ્રમાદ? કેમ ન ઉંચે ઉંચે ચડતાં, થઈને જ નિષ્પમાદ?. પ્રમાદી. ૪ સ્વરૂપથી ભ્રષ્ટતા પામતા તે, નીચે નીચે કેમ પડતા? સ્વરૂપમાં સ્થિરતા ધરતા તે, ઉંચે ઉંચે ન કેમ ચડતા ?... પ્રમાદી. ૫ સ્વરૂપ ભ્રષ્ટતા પ્રમાદ છોડી, સ્વરૂપમાં સ્થિર થાવા, ભગવાન અમૃત વાણી પોકારી, કરુણાથી અમૃત પાવા. પ્રમાદી. ૬
वसंततिलका यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं, तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् । तत्किं प्रमाद्यति जनः प्रपतन्नोधोऽधः, किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्पमादः ||१८९।।