________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૮૬ “વીતરાગ જય પામ ! જગત ગુરુ ! વીતરાગ જય પામ” - એ રાગ. અપરાધી જ બંધાય જગતમાં, અપરાધી જ બંધાય, અનપરાધી અપરાધ ન કરતો, તે તો ન જ બંધાય... જગતમાં અપરાધી જ બંધાય. ૧ પદ્રવ્યનું ગ્રહણ કરતો, અપરાધી જ બંધાય,
સ્વદ્રવ્યમાં સંવૃત તે મુનિ તો, અનપરાધી ન બંધાય... જગતમાં અપરાધી જ બંધાય. ૨ પરદ્રવ્યનું ગ્રહણ કરતો, તે અપરાધી ઘોર, બંધાઈશ હું રખે શંકતો, ડરતો ફરતો ચોર... જગતમાં અપરાધી જ બંધાય. ૩ પદ્રવ્ય ગ્રાહી અપરાધી, અનારાધકો સોય,
સ્વદ્રવ્ય સ્થાયિ અણ અપરાધી, આરાધક તે હોય... જગતમાં અપરાધી જ બંધાય. ૪ શુદ્ધોપયોગે રમણ કરંતા, શ્રમણ તે આતમરામ, સ્વ દ્રવ્યમાં સંસ્કૃત સાધુને, બંધશંકાનું ન નામ... જગતમાં અપરાધી જ બંધાય. ૫ સ્વ દ્રવ્યના દુર્ગે જઈ બેઠો, પરદ્રવ્ય ન સ્પર્શત, ભગવાન અમૃત અનુભવ કરતો, તે સાચો મુનિ સંત.. જગતમાં અપરાધી જ બંધાય. ૬
अनुष्टुप् परद्रव्यग्रहं कुर्वन्, बध्यतैवापराधवान् । बध्येतानपराधो न, स्वद्रव्ये संवृतो मुनिः ॥१८६।।
૮૦૮