________________
અમૃત પદ - ૧૭૬
સેવક કિમ અવગણીએ? હો મલ્લિજિન !' - એ રાગ વસ્તુ સ્વભાવ સ્વ જાણે જ જ્ઞાની, વસ્તુ સ્વભાવ સ્વ જાણે, સહજત્મસ્વરૂપે શુદ્ધ જ આત્મા, એહ તત્ત્વ ચિત્ત આણે... રે જ્ઞાની વસ્તુ સ્વભાવ સ્વ જાણો. ૧ સ્ફટિક જેમ કેવલ આ આત્મા, સ્વયં તો શુદ્ધ સ્વભાવ, પર નિમિત્તથી પ્રચ્યવતો તે, પામે રાગાદિ વિભાવ... રે જ્ઞાની ! વસ્તુ સ્વભાવ સ્વ જાણે. ૨ એમ સહજાત્મસ્વરૂપે આત્માનો, જાણો શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવથી પ્રચ્યવતો ના, જ્ઞાની શુદ્ધ સ્વભાવ... રે જ્ઞાની ! વસ્તુ સ્વભાવ સ્વ જાણે. ૩. એથી કરી રાગાદિ વિભાવો, તે આત્મા ના ન કરતો, એથી કરી ન કારક કર્મોનો, નિશ્ચય તે અહિં ઠરતો... રે જ્ઞાની ! વસ્તુ સ્વભાવ. ૪ વસ્તુ સ્વભાવ સ્વ જાણે જ જ્ઞાની, વસ્તુ સ્વભાવ સ્વ જાણે, ભગવાન અમૃત આ આત્માનું, સહજ સ્વરૂપ જ માણે... રે શાની! વસ્ત સ્વભાવ. ૫
અમૃત પદ - ૧૭૭ “સેવક કિમ અવગણીએ તો મલ્લિ જિન !' - એ રાગ વસ્તુ સ્વભાવ ન જાણે અજ્ઞાની, વસ્તુ સ્વભાવ ન જાણે, સહાત્મસ્વરૂપે શુદ્ધ જ આત્મા, તત્ત્વ એ ચિત્ત આણે... અજ્ઞાની વસ્તુ સ્વભાવ ન જાણે. ૧
સ્ફટિક જેમ કેવલ આ આત્મા, સ્વયં તો શુદ્ધ સ્વભાવ, પર નિમિત્તથી પ્રચ્યવતો તે, પામે રાગાદિ વિભાવ... અજ્ઞાની વસ્તુ સ્વભાવ ન જાણે. ૨ એમ સહજત્મસ્વરૂપે આત્માનો, જાણી ન શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવથી પ્રચ્યવતો આ, અજ્ઞાની અશુદ્ધ સ્વભાવ... અજ્ઞાની. ૩ તેથી કરી રાગાદિ વિભાવો, તે આત્માના કરતો, એથી કરી કારક કર્મોનો, નિશ્ચય તે અહિં ઠરતો.. અજ્ઞાની. ૪ વસ્તુસ્વભાવ ન જાણે અજ્ઞાની, વસ્તુ સ્વભાવ ન જાણે, ભગવાન, અમૃત આ આત્માનું સ્વરૂપ સ્વરૂપને માણે... અજ્ઞાની. ૫
___ अनुष्टुप् इति वस्तुस्वभावं स्वं, ज्ञानी जानाति तेन स । रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः ।।१७६।।
इति वस्तुस्वभावं स्वं, नाज्ञानी वेत्ति तेन सः । रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१७७।।
૮૦૩