________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ ૧૬૪
-
‘શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો'
બંધનો હેતુ વિચારો રે સજના ! બંધનો હેતુ વિચારો... (૨) ધ્રુવપદ. ૧ કાર્મણ વર્ગણા વ્યાપ્ત જગત્ આ, બંધ કરનાર ન થાવે,
જો થાવે તો સિદ્ધ ભગવાનને, બંધનો પ્રસંગ આવે... રે સજના ! બંધનો. ૨
મન વચ કાયા કર્મ ચલનરૂપ, બંધ કરનાર ન થાવે,
જો થાવે તો યથાખ્યાત સંયત, જ્ઞાની પણ બંધ પાવે. રે સજના !, ૩
-
એ રાગ
કરણો પણ અનેક પ્રકારના, બંધ કરનાર ન થાવે,
જો થાવે તો કેવલ જ્ઞાની, ભગવંતો ય બંધ પાવે. રે સજના !. ૪ સચિત્તાચિત્ત વસ્તુ ઉપધાતો, બંધ કરનાર ન થાવે,
જો થાવે તો સમિતિ પરાયણ, સાધુને પણ બંધ આવે... રે સજના I. ૫ આ ઉપયોગભૂમિ આત્મા જે, રાગાદિથી ઐક્ય પાવે,
તેહજ કેવલ બંધનો હેતુ, સ્નેહામ્બંગ જ્યમ થાવે. રે સજના !. ૬ સ્નેહાભ્યક્ત દૃષ્ટાંતે બંધનું, તત્ત્વવિજ્ઞાન દિખાવે,
નિષ્ઠુષ યુક્તિથી સમજાવી, ભગવાન અમૃત ગાવે રે સજના !. ૭
पृथ्वीवृत्त
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा, न नैककरणानि वा न चिदचिद्वधो बंधकृत् ।
यदैस्यमुपयोगभूः समुपयाति रागादिभिः, स एव किल केवलं भवति बंधहेतु नृणाम् || १६४||
હ
૭૯૬