________________
બંધ અધિકાર
અમૃત પદ ૧૬૩
બંધનું નાટક ખતમ કરતો, જ્ઞાન નાયક આ ઊઠ્યો, શાન-અમૃતચંદ્ર વ૨હંતો, શાન અમૃત રસ વૂક્યો... બંધનું નાટક. ૧ રાગ-ઓડકારો આવે તે, મોહ મહારસ પાતો,
-
જગત સકલને પ્રમત્ત કરતો, બંધ મહામદ માતો... બંધનું નાટક. ૨ ૨સભારે નિર્ભર જ ભરેલું, ભવનાટક ભજવા'તો,
ક્રીડંતો જે જગ બંધંતો, બંધ આવો આ ફગા'તો... બંધનું નાટક. ૩ આનંદામૃત નિત ભોજંતી, સહજાવસ્થા નાટતો,
ધીરોદાર અનાકુલ એવો, જ્ઞાન નાયક પ્રગટાતો... બંધનું નાટક. ૪
સહજ સમાધિ સુખ પ્રગટાવી, અંતરમાં મલકાતો,
કર્મ ઉપાધિ સકલ ફગાવી, નિરુપાધિ ઉલસાતો... બંધનું નાટક. પ
ઉંચી ઉંચી જ્ઞાનદશાને, ફરસી ઉન્માતો,
ભગવાન શાન અમૃતચંદ્ર એવો, જ્ઞાન અમૃતરસ પાતો... બંધનું નાટક. ૬
शार्दूलविक्रीडित
रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत्, क्रीडतं रसभारनिर्भरमहानाट्येन बंधं धूनत् । आनंदामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयत्, धीरोदारमनाकुलं निरुपधिज्ञानं समुन्मज्जति ॥ १६३॥
હ
૭૯૫