________________
અમૃત પદ ૧૪૨
‘વીર સુતો કાં સુતા રહ્યા છો ?' એ રાગ
ક્લેશ કરો ભલે ક્લેશ કરો કોઈ, કર્મો કરી ભલે ક્લેશ કરો !... ધ્રુવપદ. ૧
દુષ્કર અતિશય મોક્ષ પરાŽખ, કર્મો કરી ભલે ક્લેશ કરો !
મહાવ્રત-તપ ભારથી ભાંગી (ભગ્ન), કોઈ ભલે ચિર ક્લેશ કરો !... ક્લેશ કરો. ૨
-
એમ અનેક પ્રકારે ક્લેશે, ભલે અતિશય તે મથતા,
કિંતુ જ્ઞાનગુણ વિના જ્ઞાનપદ, પામવા ન જ સમર્થ થતા... ક્લેશ કરો. ૩
જેહ જ્ઞાનપદ નિરામય જ આ, સ્વયં જ સંવેદાઈ રહ્યું,
જેહ જ્ઞાનપદ મોક્ષ જ સાક્ષાત્, ભગવાન અમૃતચંદ્રે કહ્યું... ક્લેશ કરો. ૪
હ
અમૃત પદ - ૧૪૩
-
યત્ન કરો રે યત્ન કરો ! જગ, પદ કળવા આ યત્ન કરો !
કર્મથી દુર્લભ જેહ સુલભ છે, સહજ સ્વ બોધ કલાથી ખરો !... યત્ન કરો. ૧
=
તેથી આ નિજ બોધ કલાના, બળથી કળવા યત્ન કરો !
સતત જગત આ પદ પામીને, ભગવાન પદ અમૃત વરો !... યત્ન કરો. ૨
शार्दूलविक्रीडित
क्लिश्यतां स्वयमेव दुष्करतरै र्मोक्षोन्मुखैः कर्मभिः, क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्ना चिरं ।
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं,
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमंते न हि || १४२ ||
હ
द्रुतविलंबित
पदमिदं ननु कर्मदुरासदं, सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात्, कलयितुं यततां सततं जगत् || १४३ ||
២
૭૮૫