________________
અમૃત ૫૪ - ૧૩૯ ‘૨વામી સુજાત સુહાયા’ એ રાગ
પદ જ્ઞાન એક જ પદ ચાખો ! પદ અમૃત એક જ પદ ચાખો !
બીજું બધું ય ફગાવી નાંખો, શાન અમૃત પદ સ્થિર રાખો... પદ જ્ઞાન એક જ. ૧ વિપદોનું અપદ પદ એવું, એક જ તે સ્વાદ લેવા જેવું,
પદો અન્ય જે પદની પાસે, અપદો જ ખરેખર ! ભાસે... પદ શાન એક જ. ૨
ભગવાન અમૃતચંદ્રની વાણી, સુણી અનુભવ અમૃત ખાણી,
અનુભવ જીભે લેશે જે જાણી, જ્ઞાન પદ લેશે તે માણી... પદ શાન એક જ. ૩
અમૃત પદ
૧૪૦
એક શાયક ભાવથી ભરિયો, મહાસ્વાદ લેતો જ્ઞાન દરિયો,
સ્વાદ દ્વન્દ્વમય ખમી ન શકતો, નિજ વસ્તુ વૃત્તિ જ વેદતો... પદ શાન એક જ. ૧ આત્મા આત્માનુભવ અનુભાવે, વિવશ સ્થિત થયો સ્વ સ્વભાવે,
વિશેષોદય ભ્રષ્ટતાવંતા, સામાન્યને સ્ફુટ કળતા... પદ જ્ઞાન એક જ. ૨ સકલ જ્ઞાન એકતા પમાડે, ભગવાન અમૃત આત્મ જગાડે,
અમૃતચંદ્રે મુનીન્દ્રે ભાખ્યું, દાસ ભગવાને અનુવદી દાખ્યું... પદ શાન એક જ. ૩
अनुष्टुप्
एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदं ।
अपदान्येव भासते पदान्यन्यानि यत्पुरः || १३९ ||
હ
शार्दूलविक्रीडित
एकं ज्ञायकभावनिर्भर महास्वादं समासादयन्,
स्वादं द्वंद्वमयं विधातुमसहं स्वां वस्तुवृत्तिं विंदम् । आत्मात्मानुभवानुभावविवशो भृश्यद्विशेषोदयं, सामान्यं कलयत्किलैष सकलं ज्ञानं नयत्येकर्ता ॥ १४० ॥
*
૩૮૩