________________
અમૃત પદ - ૧૩૫ સેવક તો ય અસેવક જ્ઞાની, ભોગી છતાંય અભોગી ખરે ! અચરિજકારી અદ્ભુત ઘટના, જોગી વિરલા સત્ય કરે... સેવક તોય અસેવક જ્ઞાની. ૧ વિષય સેવને પણ વિષયનું, સ્વફલ ભોગવે જે ન નરો, જ્ઞાન વૈભવ વિરાગતા તણા, બલ થકી અદ્ભુત ખરા !... સેવક તોય અસેવક જ્ઞાની. ૨ સેવક તોય અસેવક તેથી, ભોગી છતાંય અભોગી ઠરે, પૂર્વ કર્મથી પ્રેરિત જ્ઞાની, ચિઠ્ઠીનો ચાકર જ ખરે !... સેવક તોય અસેવક જ્ઞાની. ૩ લાભ હાનિનો સ્વામી શેઠ જ, વાણોતર ના કદીય ખરે ! ભગવાન જ્ઞાની અનુભવ અમૃત, સિંધુ નિત્ય નિમગ્ન કરે !... સેવક તોય અસેવક જ્ઞાની. ૪
અમૃત પદ - ૧૩૬ સમ્યગુ દૃષ્ટિને નિયત હોય છે, જ્ઞાન વૈરાગ્યની શક્તિ, સ્વ વસ્તુત્વ કળવા સુસમર્થ, જુઓ ! આમ તસ વ્યક્તિ... સમ્ય દેષ્ટિને નિયત હોય છે. ૧ સ્વરૂપ ગ્રહવા પરરૂપ ત્યાગથી, એ સ્વ વસ્તુત્વ પ્રવ્યક્તિ, કળવા સમર્થ નિયત હોય છે, સમ્યગુ દષ્ટિની શક્તિ... સમ્યગુ દષ્ટિને નિયત હોય છે. ૨ આ સ્વ આ પર એમ તત્ત્વથી, જાણી પ્રગટ વિભક્તિ, સ્વમાં વિરામે પરથી વિરમે, સર્વ રાગ યોગથી વિરક્તિ... સમ્યગુ દેષ્ટિને નિયત. ૩ જ્ઞાન-વૈરાગ્યની અદ્ભુત એવી, સમ્યગુ દૃષ્ટિની શક્તિ, ભગવાન જ્ઞાની અમૃતચંદ્રની, અનુભવ સિંધુ સક્તિ... સમ્ય દષ્ટિને નિયત. ૪
रथोद्धता नाश्नुते विषयसेवनेऽपि यत्, स्वं फलं विषयसेवनस्य ना । ज्ञानवैभवविरागताबलात्, सेवकोऽपि तदसावसेवकः ।।१३५||
मंदाक्रांता सम्यग्दृष्टे भवति नियतं ज्ञानवैराग्यशक्तिः, स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या | यस्माद् ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च, स्वस्मिन्त्रास्ते विरमति परात् सर्वतो रागयोगात् ।।१३६।।
૭૮૧