________________
સમયસાર : આત્મખ્યાતિ
નિર્જરા અધિકાર
અમૃત પદ - ૧૩૩ જ્ઞાન જ્યોતિ અપાવૃત તે તો, રાગાદિથી મૂચ્છ ન પામે, જ્ઞાન જ્યોતિ અપાવૃત તે તો, અમૃત અનુભવ જામે... જ્ઞાનજ્યોતિ અપાવૃત. ૧ રાગાદિ આમ્રવરોધથી પર સંવર, નિજ ધુરા ધારતો, કર્મ આગામી સમસ્ત ભરથી, દૂરથી સ્થિતો સંધતો... જ્ઞાનજ્યોતિ અપાવૃત. ૨ પૂર્વબદ્ધ તો તે હવે દહવા, અત્યંત નિર્જરા વિકાસે, ભગવાન અમૃતચંદ્રની વાણી, અનુભવ અમૃત પ્રકાશે... જ્ઞાનજ્યોતિ અપાવૃત. ૩
અમૃત પદ - ૧૩૪ જ્ઞાન તણું સામર્થ્ય તેહ છે, વા વૈરાગ્ય તણું જ પરે ! કર્મોથી જે કર્મ ભોગ'તાં, કોઈ ન બંધન સ્પર્શ કરે... જ્ઞાન તણું સામર્થ્ય તેહ. ૧ ભોગી છતાં ય યોગી એ તો, શાની સાચો જેહ ઠરે, ભગવાન અનુભવ અમૃત સિંધુ, નિત્ય નિમજ્જન તેહ કરે.. જ્ઞાન તણું સામર્થ્ય. ૨
शार्दूलविक्रीडित रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः, कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुधन स्थितः । प्रारबद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा, ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभि मूंछति ॥१३३।।
अनुष्टुप् तद् ज्ञानस्यैव सामर्थ्य विरागस्य च वा किल । यत्कोऽपि कर्मभिः कर्म भुंजानो ऽपि न बध्यते ॥१३४।।
૭૮૦