________________
સમયસાર : આત્મખ્યાતિ
સંવર અધિકાર
અમૃત પદ - ૧૨૫ ચિન્મય જ્યોતિ આ ઉલ્લસતી, ચિન્મય જ્યોતિ આ ઉલ્લસતી, નિજરસ પ્રાગભારે લસબસતી, નિજ રસ પ્રાગુભારે લસલસતી.. ચિન્મય જ્યોતિ. ૧ વિરોધિ આસંસારથી મંડી, તે સંવર યોદ્ધો ખંડી, જયથી એકાંતે જ અખંડી, થઈ ગયો અતીવ ઘમંડી.... ચિન્મય જ્યોતિ. ૨ એવો આસ્રવ પાડી હેઠો, નિત્ય વિજય લહી જે બેઠો, તે સંવર સંપાદંતી, ચિન્મય જ્યોતિ ઉલ્લાસંતી.. ચિન્મય જ્યોતિ. ૩ પરરૂપથી થઈ વ્યાવૃત્તા, સમ્યક સ્વરૂપે નિયત પ્રવૃત્તા; નિજ રસ પ્રાગુભારે લસલસતી, ભગવાન અમૃત જ્યોતિ સ્કુરતી.. ચિન્મય જ્યોતિ. ૪
અમૃત પદ - ૧૨૬ ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો, ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો, શુદ્ધ જ્ઞાન અમૃત વરવંતો, દૈતય્યત આનંદો સંતો !... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૧ ચિદ્ રૂપતા ધરતું જ્ઞાન, જડરૂપતા રાગ અજ્ઞાન, એવા જ્ઞાન અને આ રાગ, એ બેનો કરી વિભાગ... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૨ ભેદજ્ઞાન તીક્ષણ કરવતથી, કરી કાષ્ઠ શું ફાડ સતતથી, અંતરુ દારુણ દારણ કરતું, ભેદજ્ઞાન અમલ ઉદયંત... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૩ સંતો દૈતયુત આનંદો! ફગાવી સૌ પરભાવ ફંદો, શુદ્ધ જ્ઞાન ઘનૌઘ અધ્યાસી, એક અમૃત ધામે વાસી... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૪ “આત્મખ્યાતિ” સૂત્ર સર્જતાં, ભગવાન અમૃત ગર્જતા, એ દિવ્ય વાણી ઉચતા, નાટક સમયસારમાં સંતા... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૫
शार्दूलविक्रीडित आसंसारविरोधिसंवरजयैकांतावलिप्तास्रव - न्यक्कारप्रतिलब्धनित्यविजयं संपादयत्संवरं । व्यावृत्तं पररूपतो नियमितं सम्यक् स्वरूपे स्फुर - ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जम्भते ।।१२५।।
S
चैद्रूप्यं जडरूपतां च दधदोः कृत्वा विभाग द्वयो - रंतारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च । भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः, शुद्धज्ञानघनौघमेकमधुना संतो द्वितीयच्युताः ॥१२६||
૭૭૬