________________
આસવ અધિકાર
અમૃત પદ - ૧૧૩ બોધ ધનુર્ધર જીતે, દુર્જય બોધ ધનુર્ધર જીતે,
રણ રંગભૂમાં આસવ યોદ્ધો, બોધ ધનુર્ધર જીતે... બોધ ધનુર્ધર જીતે. ૧ મદભર નિર્ભર મંથર પગલે, ગજેંદ્ર શું મદમાતો,
ડોલત ડોલત આસ્રવ આવે, રણરસથી છલકાતો... બોધ ધનુર્ધર જીતે. ૨ મૂછે તાલ દેતો સહુ જનને, ગર્વ થકી પડકારે,
માઈ પૂત હો આવો સામે, તૃણ શું જગ તુચ્છકારે... બોધ ધનુર્ધર જીતે. ૩ તસ પડકાર ઝીલીને સંવર, યોદ્ધો આવે સામો,
બોધ ધનુષ ટંકાર કરંતો, ગર્જાવે રણધામો... બોધ ધનુર્ધર જીતે. ૪
સાગર પેટ ન પાણી હાલે, નખશિખ આસ્રવ ભાળે,
મચ્છર શું ચપટીમાં ચોળે, રણરંગે રગદોળે... બોધ ધનુર્ધર જીતે. ૫
ભગવાન અમૃત આત્મજ્યોતિના, જ્ઞાન કિરણના બાણે,
આસ્રવ યોદ્ધાને રણ જીતી, અનુભવ અમૃત માણે... બોધ ધનુર્ધર જીતે. ૬
હ
અમૃત પદ
૧૧૪
‘ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ
-
જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ, જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ...(૨) જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ. ૧
રાગ દ્વેષ ને મોહ વિહોણો, ભાવ જીવનો સાવ,
જ્ઞાનમયો ને જ્ઞાનમયો જે ભાવ... જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ. ૨
દ્રવ્યકર્મ આસ્રવ ઓઘોને, સર્વ રુંધતો સાવ,
ભગવાન અમૃતચંદ્ર વદે આ, ભાવારૢવ અભાવ... જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ. ૩
द्रुतविलंबित
अथ महामदनिर्भरमंथरं, समररंगपरागतास्रवं ।
अयमुदारगभीरमहोदयो, जयति दुर्जयबोधधनुर्धरः ॥ ११३॥
ડ
शालिनी
भावो रागद्वेषमोहै विना यो, जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव । रुंधन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोऽभावः सर्वभावास्रवाणां ।।११४।।
5
૭૭૧