________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૧૧
ધાર તરવારની” - એ રાગ જ્ઞાની હંસ તે તરે, વિશ્વ સર ઉપરે, જ્ઞાન સંતત સ્વયં તે ભવંતા, કર્મ કદી ના કરે, વશ પ્રમાદને ખરે ! જે કદી થાય ના સત્ય સંતા... શાની હંસ. ૧ મગ્ન કર્મ પંક એ, અન્ન જન ૨ક તે, જય ભવજલ ડૂબી આ અપારા, કર્મનયના જ અવલંબને તત્પરા, જ્ઞાન જાણે ન જેઓ બિચારા... જ્ઞાની હંસ. ૨ મગ્ન તે પણ વળી ડૂબે ભવજલ પડી, જ્ઞાનનય ઈચ્છતા વચન અંગે,. જ્ઞાનવાર્તા કરા મંદ ઉદ્યમ ધરા, જે જનો વર્તતા અતિ સ્વચ્છેદે... જ્ઞાની હંસ. ૩ વિશ્વ સર ઉપરે જ્ઞાની હંસ તે તરે, જ્ઞાન સતત સ્વયં જે ભવંતા, કર્મ કદી ન કરે, વશ પ્રમાદને ખરે ! જે કદી થાય ના સત્ય સંતા... જ્ઞાની હિંસ. ૪ તરતાં એમ આવડે, તેહ ભવજલ તરે, તે ઉદાસીન રહી મોજ માણે, તરતાં નહીં આવડે, તેહ ભવજલ બૂડે, કર્માંક મગ્ન તે, દુઃખ ખાણે... જ્ઞાની હંસ. ૫ વિશ્વ માનસ સરે, મુનિ ઉદાસીન ખરે ! પરમ તે હંસ, આનંદ માણે, ભગવાન અમૃત તણી વાણી અમૃત તણો, જાણતો હોય તે મર્મ જાણે... જ્ઞાની હંસ. ૬
અમૃત પદ - ૧૧૨
“સંરંભ આરંભ સમારંભ' - એ રાગ જ્ઞાનજ્યોતિ પરમ આ ઉલસી, જ્ઞાન જ્યોતિ પરમ આ ઉલસી, મોહતમઃ કવલ જે કરતી, આતમ અમૃતથી ભરતી... જ્ઞાન જ્યોતિ પરમ આ ઉલસી. ૧ ભેદોન્માદ બપ્રરસભરથી, પીતમોહ નટવતું ધરથી, એવું કર્મ સકલ પણ બલથી, કરી મૂલ ઉમૂલન મૂલથી... જ્ઞાન જ્યોતિ પરમ આ. ૨ હેલાથી ઝટ ઉન્મીલતી, નિજ સકલ કલાથી ખીલતી, એવી પરમ કલા શું કેલિ, આરંભતી જેહ અકેલી... જ્ઞાન જ્યોતિ પરમ આ. ૩ જ્ઞાન જ્યોતિ પરમ એ ઉલસી, જ્ઞાન જ્યોતિ પરમ એ ઉલસી, મોહતમઃ કવલ જે કરતી, આતમ અમૃતથી ભરતી... શાન જ્યોતિ પરમ આ. ૪ સકલ કલા અવિકલ કળતી, કેવલ જ્ઞાન પ્રકાશે ઝળહળતી, શાન જ્યોતિ ઉલસી આનંદે, ભગવાન આત્મ અમૃતચંદ્ર... જ્ઞાન જ્યોતિ પરમ આ. ૫
| ઈતિ પુણ્ય-પાપ અધિકાર
शार्दूलविक्रीडित मग्ना कर्मनयावलम्बनपरा ज्ञानं न जानंति ये, मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वछंदमंदोद्यमाः । विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंतः स्वयं, ये कुर्वंति न कर्म जातु न वशं यांति प्रमादस्य च ||१११।।
मंदाक्रांता भेदोन्मादभ्रमररसभरानाट्यत्पीतमोहं, मूलोन्मूलं सकलामपि तत्कर्म कृत्वा बलेन । हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोजजृम्भे भरेण ||११२।।
| રતિ કુખ્યાપfષઃ
૭૭૦