________________
અમૃત પદ - ૧૦૯
“વીતરાગ જય પામ' - એ રાગ મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ, મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ, સદા કાર્ય જેથી ઉદ્ધતરસ, પામે જ્ઞાન પ્રભાસ... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૧ પુય-પાપની પછી કથા શી ? ક સર્વ સંન્યાસ, શુભાશુભ કર્મ ભેદ જ શ્યો ત્યાં, નિષ્કર્મ જ્યાં અભ્યાસ... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૨ સમ્યકત્વાદિ નિજ સ્વભાવના, ભવન થકી ઉદ્દામ, હેતુ હોતું મોક્ષતણું આ, જ્ઞાન જ અમૃત ધામ... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૩ પ્રતિબદ્ધ નૈષ્કર્મ સાથમાં, ઉદ્ધતરસ આ જ્ઞાન, અનુભવ અમૃત પાન કરતું, દોડે સ્વયં ભગવાન... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૪ નિષ્કર્મ એવું ઉદ્ધતરસ આ, જ્ઞાન સંવેગે દોડે, ભગવાન અમૃત ધામ મોક્ષમાં, મુમુક્ષુને નિત જોડે... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૫
અમૃત પદ - ૧૧૦
ધાર તરવારની' - એ રાગ કર્મ તો બંધનો હેતુ નિશ્ચય ઠરે, જ્ઞાન એક જ પરે ! મોક્ષ હેતુ, એહ નિશ્ચય સદા હૃદયમાં જે ધરે, તે મુમુક્ષુ લહે મોક્ષ સેતુ... કર્મ તો બંધનો હેતુ. ૧ જ્યાં લગી જ્ઞાનની કર્મવિરતિ જ તે, પાક સમ્યકપણે ના જ પામે, - ત્યાં લગી કર્મ ને જ્ઞાનનો સમુચ્ચયો, પણ કર્યો કો ક્ષતિ ન એહ ઠામે.... કર્મ તો બંધનો હેતુ. ૨ કિંતુ આ કર્મ ને જ્ઞાનના સમુચ્ચયે, કર્મ જે અવશથી ઉલ્લસે છે, તે તો બંધાર્થ કેવલ અહીં હોય છે, એહ નિશ્ચય સદાયે લસે છે. કર્મ તો બંધનો હેતુ. ૩ અત્ર મોક્ષાર્થ તો સ્થિત એક જ પરમ, જ્ઞાન વિમુક્ત જે આપ આપે, કેવલ જ્ઞાન વિણ અન્ય જ્યાં ભાવ ના, એવું આ જ્ઞાન ભવબંધ કાપે... કર્મ તો બંધનો હેતુ. ૪ એહ નિશ્ચય સદા હૃદયમાં જે ધરે, તે જનો અનુક્રમે કર્મ વામી, કેવલ જ્ઞાન ભગવાન સ્થિત અનુભવે, પરમ અમૃત તે આત્મરામી.. કર્મ તો બંધનો હેતુ. ૫
शार्दूलविक्रीडित संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना, संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा । सम्यक्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भव - नेष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति ||१०९।।
यावत्पाकमुपैति कर्मविरति निस्य सम्यक् न सा, कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित् क्षतिः । किं त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बंधाय त - न्मोक्षाय स्थितमेकमेव परमं विमुक्तं स्वतः ।।११०॥