________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૦૭ કર્મકરણ ન મોક્ષનો હેતુ, કર્મકરણ ન મોક્ષનો હેતુ, જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, જ્ઞાનભવન જ મોક્ષસંકેતુ... કર્મકરણ ન મોક્ષનો હેતુ. ૧ જ્ઞાનભવન જ તે જ્ઞાન ભાવે, જ્ઞાનનું ભવન જે થાવે, જ્ઞાનભવન જ એક જ્યાં હોયે, અન્ય ભવન ન કંઈ પણ જોયે.... કર્મકરણ ન મોક્ષનો હેતુ. ૨ જ્ઞાનભવન તે કર્મસ્વભાવે, વૃત્ત વૃત્તિ શું ન કદાયે, જ્ઞાનસ્વભાવ કદી ના જાયે, કર્મ કરણમાં કદી ન ધાયે... કર્મકરણ ન મોક્ષનો હેતુ. ૩ કર્મકરણ ન મોહેતુ આથી, અન્ય દ્રવ્ય સ્વભાવપણાથી, જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, ભગવાનું અમૃત જ્ઞાને વહે તું.. કર્મકરણ ન મોક્ષનો હેતુ. ૪
અમૃત પદ - ૧૦૮' કર્મકરણ ત્રિકારણે નિષેધ્યું, મોક્ષ લક્ષ્ય જ્ઞાનભવને વેવ્યું, કર્મકરણ ત્રિકારણે નિષેધ્યું, મોક્ષ લક્ષ્ય જ્ઞાનભવને વેબુ... કર્મકરણ. ૧ મોહેતુ તિરોધાન કરતું, બંધ પણું સ્વયં તસ ઠરતું, મોક્ષ હેતુ તિરોધાયિ ભાવ, કર્મ તેથી નિષેધ્યું સાવ... કર્મકરણ. ૨ દર્શન જ્ઞાન ચારિત્ર ભાવ, મોક્ષ હેતુ એ આત્મસ્વભાવ, તેનું કર્મ કરે તિરોધાન, કર્મ તેથી નિષેધ્યું જાણ !... કર્મકરણ. ૩ કર્મ બેડી પુરુષને બાંધે, સંસાર કારાગૃહમાં ગોંધે, સ્વયં બંધપણું છે આમ, તેથી કર્મ નિષેધ્યું તમામ... કર્મકરણ. ૪ સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર. કર્મ ઉદય કરે વિપરીત. મોક્ષહેતુ તિરોધાયિ ભાવ, કર્મ તેથી નિષેધ્યું સાવ.. કર્મકરણ. ૫ કર્મકરણ ત્રિકારણે એમ, નિષેધ્યું સર્વથા તેમ, ભગવાન અમૃત અમૃતવાણી, જ્ઞાનભવને લ્યો એ માણી... કર્મકરણ. ૬
अनुष्टुप् वृत्तं कर्मस्वभावेन, ज्ञानस्य भवनं न हि । द्रव्यांतरस्वभावत्वान्मोक्षहेतु न कर्म तत् ।।१०७||
मोक्षहेतुतिरोधानाद्वंधत्वात्स्वयमेव च । मोक्षहेतुतिरोधायिभावत्वात्तनिषेध्यते ।।१०८।।
S
૭૬૮