________________
અમૃત પદ - ૧૦૫ જ્ઞાનાત્મભવન અનુભૂતિ, જ્ઞાનાત્મભવન અનુભૂતિ, એ જ શિવસુંદરીની દૂતિ, એ જ શિવસુંદરીની દૂતિ... જ્ઞાનાત્મભવન. ૧ જે આ જ્ઞાનાત્મભવન ભાસે, ધ્રુવ અચલ અત્યંત આભાસે, શિવનો નિશ્ચય આ હેતુ, શિવ સ્વયં જ તેહ આ હેતુ... જ્ઞાનાત્મભવન. ૨ એથી અન્ય બંધનો હેતુ, બંધ સ્વયં જ તેહ આ હેતુ, તેથી જ્ઞાનાત્મપણું ભવન, તે નિશ્ચય છે અનુભવન... જ્ઞાનાત્મભવન. ૩ શાનાત્મભવન અનુભૂતિ, એ જ શિવસુંદરીની તિ, ભાખી જ્ઞાનભવનની ભૂતિ, ભગવાન અમૃતચંદ્ર વિભૂતિ... જ્ઞાનાત્મભવન. ૪
અમૃત પદ - ૧૦૬ જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, જ્ઞાનભવન જ મોક્ષ સંકેતુ, જ્ઞાનભવન જ મોક્ષ સંકેતુ... જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ. ૧ શાનભવન તે જ્ઞાન ભાવે, જ્ઞાનનું ભવન જે થાવે, જ્ઞાનભવન જ એક જ્યાં હોય, અન્ય ભવન ન કંઈ પણ જોયે.. જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ. ૨ શાનભવન તે શાન સ્વભાવે, વૃત્ત વૃત્તિ શું વર્તે સદાયે, જ્ઞાન સ્વભાવ કદી ના જાયે, કેવલ જ્ઞાન ભવનમાં ધાયે... જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ. ૩ શાનભવન મોહેતુ આથી, એક દ્રવ્ય સ્વભાવપણાથી, જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, ભગવાન અમૃત શાને રહે તું... જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ. ૪
शिखरिणी यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमामाति भवनं, शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिवं इति । अतोन्यद्धंधस्य स्वयमपि यतो बंध इति तत्, ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितं ।।१०५।।
अनुष्टुप वृत्तं ज्ञानस्वभावेन, ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ||१०६।।
૭૬૭