________________
સમયસાર : આત્મખ્યાતિ
પુણ્ય-પાપ અધિકાર
અમૃત પદ - ૧૦૦ જ્ઞાન-અમૃતચંદ્ર ઉદય આ પામે, જ્ઞાન અમૃતચંદ્ર ઉદય આ પામે.... (ધ્રુવપદ) ઘન અમૃતરસનો જામે, ઘન અમૃતરસનો જામે, મોહરજ નિર્ભર જે ગાળે, સુધારસવર્ષિ તરબોળે.. જ્ઞાન અમૃતચંદ્ર. ૧ તે કર્મ શુભાશુભ ભેદ, ય ભેદપણું જ નિવેદે, તેને ઐક્ય જ જેહ પમાડે, ભેદ વિભ્રમ સર્વ ભગાડે... જ્ઞાન અમૃતચંદ્ર. ૨ એવો મોહરજે ગાળંતો, જ્ઞાન-અમૃતચંદ્ર ઉદતો, ભગવાન અમૃતરસ વરવંતો, કર્મ કલિ સકલ કરíતો... જ્ઞાન અમૃતચંદ્ર. ૩
અમૃત પદ - ૧૦૧ -
“જ્ઞાનને ઉપાસીએ” – એ રાગ. શુદ્રિકા ઉદરે જોડલે જન્મ્યા, શૂદ્ર સાક્ષાત્ બે બાલ, જાતિ ભેદ ભ્રમે ભમી રહ્યા છે, જુઓ ! જુઓ ! તસ હાલ... શુદ્રિકા ઉદરે. ૧ એક તો ઉછર્યું ઘરે બ્રાહ્મણના, બીજું શૂદ્રના ઘેર, તે તે જાતિરૂપ માને પોતાને, જુઓ સંગતનો ફેર !... શુદ્રિકા ઉદરે. ૨ એક ત્યજે છે દૂરથી મદિરા, ધરી બ્રાહ્મણત્વ અભિમાન, બીજે મદિરાથી ન્હાય છે નિત્ય, શૂદ્રપણું નિજ માન... શુદ્રિકા ઉદરે. ૩ . પણ આ બન્ને તો શુદ્રિકા ઉદરે, જોડલે જન્મ્યા બે બાલ, સાક્ષાત્ શૂદ્રો આ ભમી રહ્યા છે, જાતિ ભેદ ભ્રમે હાલ.. શુદ્રિકા ઉદરે. ૪ સ્વભાવોક્તિમય અન્યોક્તિથી કહ્યું, ભગવાન અમૃતચંદ્ર, પુણ્ય-પાપ એક પુદ્ગલ જાતિ, મર્મ સમજી લ્યો આનંદ... શુદ્રિકા ઉદરે. ૫
द्रुतविलंबित तदथ कर्म शुभाशुभभेदतो, द्वितयतां गतमैक्यमुपानयन् । ग्लपितनिर्भरमोहरजा अयं, स्वयमुदेत्यवबोधसुधाप्लवः ||१००||
मंदाक्रांता एको दूरात्त्यजति मदिरां बाह्मणत्वाभिमाना - दन्यः शूद्रः स्वय महमिति स्नाति नित्यं तयैव । द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः, शूद्रौ साक्षातथच चरतो जातिभेदभ्रमेण ||१०१।।
૭૬૪