________________
અમૃત પદ ૬૭ જ્ઞાનમય જ્ઞાનિના ભાવો, અજ્ઞાનિના અજ્ઞાન રે. (૨) ધ્રુવપદ. ૧
જ્ઞાનીના ભાવો તે સર્વે, જ્ઞાનથી ઘડિયા હોય રે,
અજ્ઞાનીના સર્વ તેહ તો, અન્નાને ઘડિયા જોય રે... જ્ઞાનમયા જ્ઞાનિના ભાવો. ૨
-
સુવર્ણના ભાવો તે સર્વે, સુવર્ણ ઘડિયા જેમ રે,
જ્ઞાનીના ભાવો સર્વે તે, શાને ઘડિયા તેમ રે...... જ્ઞાનમયા જ્ઞાનિના ભાવો. ૩
લોહ તણા ભાવો તે સર્વે, લોહે ઘડિયા જેમ રે,
અજ્ઞાનીના ભાવો સર્વે, ઘડ્યા અજ્ઞાને તેમ રે...... જ્ઞાનમય જ્ઞાનિના ભાવો. ૪
ભગવાન અમૃત જ્યોતિ પ્રગટ્યું, ભાવ અજ્ઞાન વિલાય રે,
જ્ઞાન ભાવ વિલાસ વિલસતો, આત્મા સ્વરૂપ સમાય રે... જ્ઞાનમય જ્ઞાનિના ભાવો. ૫
અમૃત પદ Fe
અજ્ઞાનમય ભાવોની ભૂમિકા, વ્યાપી સદા અજ્ઞાની રે,
-
દ્રવ્ય કર્મ નિમિત્ત ભાવોની, લહે હેતુતા આણી રે... અજ્ઞાનમય ભાવોની ભૂમિકા. ૧ મિથ્યાત્વ અવિરતિ કષાય યોગો, દ્રવ્ય કર્મના હેતુ રે,
તેના હેતુ આત્મભાવનો, હોય અજ્ઞાન હેતુ રે...... અજ્ઞાનમય ભાવોની ભૂમિકા. ૨
અજ્ઞાન ભાવ તે આત્મચંદ્રને, ગ્રસતો જાણે કેતુ રે,
ભગવાન અમૃત જ્યોતિ ઝગે ત્યાં, કિહાં રહે એ હેતુ રે... અજ્ઞાનમય ભાવોની ભૂમિકા. ૩
अनुष्टुप्
ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवंति हि । सर्वेप्यज्ञाननिर्वृत्ताः भवंत्यज्ञानिनस्तु ते ॥ ६७ ॥
ડ
अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकां । द्रव्यकर्मनिमित्तानां, भावानामेति हेतुतां ||६८||
ડ
૭૫૫