________________
અમૃત પદ ૬૩
‘ભૈયા ! જીવ જો પુદ્ગલ કર્મ કરે ના,
વિષમ આ સંસાર' - એ રાગ કોણ કરે છે તેહ ?
નિશ્ચય ને વ્યવહાર તણી તો, વાત અટપટી એહ... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૧ ગુરુદેવ ! આશંકા એ થાતી, વાત ન મુજ સમજાતી,
કર્તા-કર્મની વાત અતિશે, અટપટી આ દેખાતી... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૨
તીવ્ર વેગી હે શિષ્ય ! એ ત્યારો, મોહ હણવાને કાજે,
-
પુદ્ગલ કર્મનો કર્તા કહિએ, સાંભળજે અહિં આ જે... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૩ ભગવાન અમૃતચંદ્રની અમૃત, વાણી આ સાંભળજે,
મોહ વિષે ઉતારી અનાદિ, અમૃત પંથે પળજે... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૪
અમૃત પદ - ૬૪
‘સાહેબા ! વાસુપૂજ્ય જિણંદા' - એ રાગ
દ્રવ્ય પુદ્ગલ આ પરિણામી, નિજ ભાવનો કર્તા નામી,
એમ પુદ્ગલ પરિણામ શક્તિ, સ્વભાવભૂત સ્થિત એ વ્યક્તિ... દ્રવ્ય પુદ્ગલ. ૧
તેહ સ્થિત સતે આ ખરે ! છે, જેહ ભાવ આત્માનો કરે છે,
તેનો તેહ જ કર્ત્ત ઠરે છે, ભગવાન અમૃતચંદ્ર વદે છે... દ્રવ્ય પુદ્ગલ. ૨
वसंततिलका
जीवः करोति यदि पुद्गलकर्म नैव, कस्तर्हि तत्कुरुत इत्यभिशंकयैव ।
एत र्हि तीव्ररयमोहनिबर्हणाय,
संकीत्यते श्रणुत पुद्गलकर्मकर्तृ ||६३||
ડ
उपजाति
स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य, स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं,
यमात्मनस्तस्य स एव कर्त्ता ||६४ ||
હ્ર
૭૫૩