________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - દo “શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ' - એ રાગ જુઓ ! જ્ઞાનનો પ્રભાવ ! જુઓ જ્ઞાનનો પ્રભાવ, કરે નાશ કર્તૃભાવ, જુઓ જ્ઞાનનો પ્રભાવ !... ૧ અગ્નિ ઉષણતા જણાય, જલ શીતતા ગણાય, એમ વ્યવસ્થા કરાય, જ્ઞાન પ્રભાવે કળાય.. જુઓ જ્ઞાનનો પ્રભાવ ! ૨ મીઠું મરચું ભભરાય, લવણ સ્વાદ અવરાય, સ્વાદભેદ દૂર થાય, શાને લવણ કળાય... જુઓ જ્ઞાનનો પ્રભાવ! ૩ સ્વરસે વિકસતી નિત, ચૈતન્ય ધાતુ તણી રીત, અને ક્રોધાદિની રીત, શાને જણાયે સુરીત.. જુઓ જ્ઞાનનો પ્રભાવ ! ૪ ભેદજ્ઞાનને પ્રભાવ, ભેદતી જ કર્તૃભાવ, ભગવાન અમૃત સ્વભાવ, જ્ઞાનજ્યોતિ એ જમાવ... જુઓ જ્ઞાનનો પ્રભાવ ! ૫
અમૃત પદ - ૧ આત્મા આત્મને જ્ઞાન કરતો, કાં અજ્ઞાન કરંત, એમ આત્મા આ આત્મભાવનો, કર્તા ખરે ! હવંત... આત્મા આત્મને જ્ઞાન કરતો. ૧ પણ પરભાવનો કર્તા તે તો, કોઈ કાળે પણ નો'ય, ભગવાન અમૃતચંદ્રની એવી, અમૃત વાણી જય... આત્મા આત્માને શાન કરતો. ૨
અમૃત પદ - ૨ આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર ! આત્મ સ્વયં છે જ્ઞાન, જ્ઞાન સિવાય બીજું જ કહો શું, અત્ર કરે તે જ્ઞાન ?... આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર ! ૧ પરભાવનો કર્તા આ આત્મા, તે તો આ અજ્ઞાન, વ્યવહારીઓનો મોહ જ છે આ, કહે અમૃત ભગવાન... આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર ! ૨
मंदाक्रांता ज्ञानादेव ज्वलनपयसोरोषण्यशैत्यव्यवस्था, ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः । ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः, क्रोधादेश्च प्रभवति भिदा भिंदती कर्तृभावं ॥६०||
अनुष्टुप् अज्ञानं ज्ञानमप्येवं, कुर्वन्त्रात्मानमंजसा | स्यात्कर्तात्मात्मभावस्य, परभावस्य न क्वचित् ॥६१।।
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं | परभावस्य कत्मिा मोहोयं व्यवहारिणां ।।६२।।