________________
અમૃત પદ - ૫૮ અજ્ઞાને કર્તા થઈ આત્મા, આકુળ થઈ અકળાય... ધ્રુવપદ. અજ્ઞાને મૃગ મૃગજલ પીવા, જલબુદ્ધિથી ધાય, અજ્ઞાને અંધારે રજુ, માની સાપ પલાય... અજ્ઞાને કર્તા. ૧ અજ્ઞાને જ વિકલ્પ ચક્રના, કરણ ચાકડે ચડાય, વાયે હેલે ચડતા સાયર શું, હાય હિલોળા ખાય... અજ્ઞાને કર્તા. ૨ શુદ્ધ જ્ઞાનમય છતાંય પોતે, જન આ કર્તા થાય, ભગવાન અમૃત જ્યોતિ ભૂલી, આકુળ થઈ અકળાય... અજ્ઞાને કર્તા. ૩
અમૃત પદ - ૫૯
ધાર તરવારની સોહલી દોહલી” – એ રાગ જ્ઞાની હંસ જાણતો, કર્તુત્વ ન આણતો, જાણે પણ કાંઈ પણ ના કરે છે, શુદ્ધ ચૈતન્ય ધાતુ પરે રૂઢ તે, શુદ્ધ અમૃત અનુભવ ધરે છે... શાની હંસ. ૧ હંસ જ્યમ નીર ને ક્ષીર વિવેચતો, નીર ને ક્ષીર વિવેક આ, તેમ જ શાને કરી વિવેચકતા ધરી, પર અને આત્મ વિશેષ જાણે.. જ્ઞાની હંસ. ૨ તેહ અચલા ખરે ! ચૈતન્ય ધાતુ પરે, નિત્ય અધિરૂઢ થઈને રહે છે, તેહ જાણે જ છે કંઈ ન કરે જ છે, એમ ભગવાન અમૃત કહે છે... શાની હંસ. ૩
શર્ટૂનવિકીડિત अज्ञानान्मृगतृष्णकां जलधिया धावंति पातुं मृगा, अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रज्जौ जनाः । अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरंगाब्धिवत्, शुद्धज्ञानमया अपि स्वयममी कर्वीभवंत्याकुलाः ॥५८||
वसंततिलका ज्ञानाद्विवेचकतया तु परात्मनो र्यो, जानाति हंस इव वाःपयसोर्विशेषं । चैतन्यधातुमचलं स सदाधिरूढो, जानीत एव हि करोति न किंचनापि ||५९||
૭૫૧