________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૫૬
‘ભેખ રે ઉતારો રાજા ભરથરી' - એ રાગ
આત્મભાવ જ કરે આત્મા, પર સદા પરભાવજી,
આત્મા જ ભાવ આત્મના, પરના તે પરભાવજી... આત્મભાવ જ કરે. આત્મા. ૧
આત્મભાવ તે ભલે શુદ્ધ હો, ભલે અશુદ્ધ વિભાવજી,
પણ તે સર્વનો કર્તા ખરે ! આત્મા જ નિશ્ચય ભાવજી..... આત્મભાવ. ૨ વર્ણ-૨સ-ગંધાદિ ગુણમયા, પુદ્ગલ રૂપ અનેકજી,
કર્મ નોકર્મ એ સર્વનો, કર્તા પુદ્ગલ એકજી... આત્મભાવ. ૩
ભેદ જ્ઞાનનો સમજાવશે, એ નિશ્ચય સિદ્ધાંતજી,
ભગવાન અમૃતચંદ્રજી, દઈ સમર્થ દૃષ્ટાંતજી... આત્મભાવ. ૪
અમૃત પદ - ૫૭
જ્ઞાન ભોજન અજ્ઞાનથી બગાડતો, શાને રાગનો રંગ લગાડતો,
ગજ શું ખડ આ ખરેખર ! ખાય રે, મિષ્ટ ભોજન શું ખડ મિલાય રે... જ્ઞાનભોજન. ૧
ખટમીઠો શ્રીખંડ આ ખાઈને, ખટમીઠા રસથી ન ધરાઈને, અતિવૃદ્ધિથી દોહે ગાયને, દૂધ રસાળું પીવા ધાયને ખડખાવાપણું આ છોડને, જ્ઞાનભોજનમાં મનને જોડને !
ભગવાન અમૃતચંદ્રની આ વાણને, અમૃતમયી સદાય પ્રમાણને !... જ્ઞાનભોજન. ૩
જ્ઞાનભોજન. ૨
अनुष्टुप्
आत्मभावान्करोत्यात्मा, परभावान्सदा परः । आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ॥५६॥
ડ
वसंततिलका
अज्ञानतस्तु सतॄणाभ्यवहारकारी,
ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः ।
पीत्वा दधीक्षु मधुराम्लरसातिगृद्धया, गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालं ॥ ५७॥
ડ
૭૫૦