________________
અમૃત પદ - ૧૫ અહમ્ અનાદિ હારૂં બાળ રે... ભાન તને કેમ ના'વે ? જ્ઞાન અમૃત જ્યોતિ આ ભાળ રે... ભાન તને કેમ ના'વે ? ૧ પર હું કરૂં હું કરૂં હું કરૂં... ભાન તને. એવું અહમૂનું તમારું આકરૂં... ભાન તને. ૨ અનાદિથી આ વેગે દોડતું... ભાન તને. મોહી જીવનો કેડો ન છોડતું. ભાન તને. ૩ વાયું વારી શકાય ન બાધતું. ભાન તને. અહં બ્રહ્મરાક્ષસ શું વાધતું... ભાન તને. ૪ વિલય એક વાર થઈ જાય રે... ભાન તને. ફરી બંધન તો શું થાય રે... ભાન તને. ૫ જ્ઞાનઘન આત્મ સુજાણને... ભાન તને. સુણી ભગવાન અમૃત વાણને.. ભાન તને. ૬
शार्दूलविक्रीडित आसंसारत एव धावति परं कुर्वेहमित्युच्चकैः, दुर्वारं ननु मोहिनामिह महाहंकाररूपं तमः । तद् भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्, तत्किं ज्ञानघनस्य बंधनमहो भूयो भवेदात्मनः ||५५।।
૭૪૯