________________
અમૃત પદ ૪૮
-
એ રાગ (રત્નમાલા) પુરાણ પુરુષ આ જ્ઞાની પ્રકાશે, સાક્ષી જગત્નો સ્વરૂપે પ્રભાસે, પુરાણ પુરુષ આ શાની પ્રકાશે, સાક્ષી જગત્નો સ્વરૂપે પ્રભાસે... પુરાણ. ૧ એમ પરભાવ પ્રપંચ હરીને, પરદ્રવ્યથી ૫૨ નિવૃત્તિ કરીને,
‘જય જય આરિત આદિ જિણંદા’
વિજ્ઞાનઘન સ્વભાવ ધરંતો, સ્વને અભયથી આસ્થા કરંતો... પુરાણ. ૨ અજ્ઞાને કરી અત્ર પ્રવર્ત્ય, કર્તા કર્મ ક્લેશથી નિવૃર્યો,
પુરાણ પુરુષ આ જ્ઞાની પ્રકાશે, સાક્ષી જગત્નો સ્વરૂપે પ્રભાસે... પુરાણ. ૩ જ્ઞાની થયેલો અહીંથી પ્રકાશે, સાક્ષી જગત્નો સ્વરૂપે પ્રભાસે,
પુરુષ પુરાણો વિજ્ઞાનઘન આ, વરષે ભગવાન અમૃત ઘન આ... પુરાણ. ૪
અમૃત પદ - ૪૯
ધન્ય રે ! દિવસ આ અહો ! અથવા ‘ભેખ રે ઉતારો રાજા ભરથરી !' - એ રાગ. મીંડુ મૂકાવે કર્મનું, જ્ઞાની કર્તૃત્વ શૂન્ય રે,
ભગવાન અમૃતચંદ્રની, અમૃત વાણી એ સુણ્ય રે... મીંડુ મૂકાવે કર્મનું. ૧ વ્યાપ્ય - વ્યાપકતા નિશ્ચયે, તદાત્મામાં જ હોય રે,
અતદાત્મમાં તો કદી, વ્યાપ્ય - વ્યાપકતા નો'ય રે... મીંડું. ૨ વ્યાપ્ય-વ્યાપક એ ભાવના, વિના સંભવ એમ રે, કર્તા-કર્મના ભાવની, સ્થિતિ શી ? કહો કેમ રે... મીંડું. ૩ એમ ઉદ્દામ વિવેકથી, સર્વભક્ષી (ગ્રાસી) મહાતેજ રે, તે મહટ્ના મહાભારથી, તમમ્ ભેદતો એ જ રે... મીંડું. ૪ જ્ઞાની થઈ ત્યારે લસી રહ્યો, પુરુષ આ કર્તૃત્વ શૂન્ય રે, ભગવાન અમૃતચંદ્રની, ‘આત્મખ્યાતિ’ અનન્ય રે... મીંડું. પ
शार्दूलविक्रीडित
इत्येवं विरचय्य संप्रति परद्रव्यान्निवृत्तिं परां, स्वं विज्ञानघनस्वभावमभयास्तिघ्नुवानः परं । अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं, ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ||४८||
ਲ
शार्दूलविक्रीडित
व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि,
व्याप्यव्यापकभावसंभवमृते का कर्तृकर्मस्थितिः ।
इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिंदंस्तमो,
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ||४९||
ડ
૭૪૭