________________
અમૃત પદ - ૪૫
“જ્ઞાનને ઉપાસીએ - કૂચનો રાગ શાન કરવતથી જીવ અજીવનો, ભેદ કૌશલ અભ્યાસીએ.... જ્ઞાન. (ધ્રુવપદ). ૧ જીવ અજીવ બે દ્રવ્યની જોડલી, અનાદિની આ જોડી, જ્ઞાન-કરવતથી કાષ્ઠ શું સ્ફટ બે, ફાડ પાડી તે ત્રોડી... જ્ઞાન. ૨ જીવ અજીવ આ ફુટ વિઘટના, એમ હજુ ન જ્યાં પામિયા, ત્યાં તો જગતમાં વ્યાપિ રહેલા, ચેતન રસ તો જામિયા... જ્ઞાન. ૩ એવી જગત વ્યાપિ વ્યક્ત વિકસતી, ચિત્માત્ર શક્તિથી પોતે, જ્ઞાતુદ્રવ્ય અતિરસથી પ્રકાશિયું, ભગવાન અમૃત જ્યોતે... જ્ઞાન. ૪
मंदाक्रांता इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा, जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातौ । विश्वं व्याप्य प्रसभविकसद्ध्यक्तचिन्मात्रशक्त्या, ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चै श्चकासे ||४५||
૭૪૫