________________
જીવાજીવ અધિકાર
અમૃત પદ - ૩૩
સિદ્ધચક્ર પદ વંદો રે ભવિકા' - એ રાગ જ્ઞાન મનોગંદન આ વિલસે, જ્ઞાન મનોગંદન આ, ધીર ઉદાત્ત અનાકુલ દીસે, મનોગંદન આ હસે રે.. સજ્જના ! જ્ઞાન. ૧ જીવ અજીવ વિવેક કરંતી, દૃષ્ટિ વિશાલા આપે, પાર્ષદ જનને પ્રતીત પમાડી, ભેદજ્ઞાનને થાપે રે... સજ્જના ! જ્ઞાન. ૨ આસંસારથી બદ્ધ બંધનના, વિધિ તણા વિધ્વંસે, વિશદ્ધ સ્કર્ટતું જ્ઞાન અહો ! આ, ફુટપણે જ વિલંસે... રે સજ્જના ! જ્ઞાન. ૩. આત્મામાંહિ રમણ કરતું, આત્મારામ એ જ્ઞાન, ધામ અનંતું જેનું પ્રકાશે, એવું તે ધામ મહાન... રે સજ્જના ! જ્ઞાન. ૪ પ્રત્યક્ષ અમૃતચંદ્ર જ્યોતિથી, નિત્ય ઉદિત ભગવાન, એવું અહો ! આ અનાકુલ વિલસે, મનોગંદન (આહ્વાદતું) આ શાન... રે સજ્જના ! જ્ઞાન. ૫
અમૃત પદ - ૩૪ અલ્યા ! વિરમ વિરમ ! અલ્યા રે, અલ્યા ! વિરમ વિરમ ! અલ્યા રે ! બીજા નકામા કોલાહલનું, કામ રે! શું છે ત્યારે ?... અલ્યા. ૧ આપોઆપ ચૂપચાપ થઈ તું, લે ષટ્ માસ નિહાળી, ને જે હૃદય સરોવરમાંહિ, પુદ્ગલથી નિરાળી... અલ્યા. ૨ જ્યોતિ રૂપ પુરુષની તુજને, ભાસે શું અનુપલબ્ધિ ? કે ભગવાન અમૃત જ્યોતિની, ભાસે શું ઉપલબ્ધિ ?... અલ્યા. ૩
. (શાર્દૂલવિહીતિ) जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदा - नासंसारनिबद्धबंधनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् । आत्माराममनंतधाम महसाध्यक्षेण नित्योदितं, धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत् ॥३३॥
(મતિની) विरम किमपरेणाकार्यकोलाहलेन, स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकं । हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो, ननु किमनुपलब्धि भांति किंचोपलब्धिः ।।३४।।
૭૩૯