________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૩૫
‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે' - એ રાગ
આત્મા અનુભવો આત્મા આત્મમાં રે,
છોડી સમસ્ત અનાત્મ... (૨) ધ્રુવપદ. ૧
ચિત્ શક્તિથી ખાલીખમ બધું રે, છાંડી દઈ ઝટ સાવ,
ને સ્ફુટતર ચિત્ શક્તિ માત્ર આ રે, સ્વ અવગાહી ભાવ... આત્મા. ૨ વિશ્વની ઉપર ચારુ ચરંત આ રે, આત્મ સાક્ષાત્ અનંત,
પરમાત્મા આત્મામાં અનુભવો રે, ભગવાન અમૃત સંત... આત્મા. ૩
મ્ય
અમૃત પદ
‘ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ
- ૩૬
ચિત્ શક્તિ એ ચેતન કેરૂં, છે સર્વસ્વ જ સાર... ધ્રુવપદ.
અનંત સ્વ સંપદ્ આત્માની, ચિત્ શક્તિ અવધાર... ચિત્ શક્તિ. ૧ ચિત્ શક્તિથી વ્યાપ્ત જેહનો, છે સર્વસ્વ જ સાર,
આટલો જ છે જીવ તેહ આ, નિશ્ચયથી નિરધાર... ચિત્ શક્તિ. ૨ ચિત્ શક્તિથી અતિરિક્ત આ, ભાવો જે સઘળા ય,
પૌદ્ગલિક જ તે ભગવાન ભાખે, અમૃતચંદ્ર મુનિરાય... ચિત્ શક્તિ. ૩
मालिनी
सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं, स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रं । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनंतं ||३५||
ડ
अनुष्टुप्
चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयं । अतोतिरिक्ताः सर्वेपि भावाः पौद्गलिका अमी ||३६||
ડ
૭૪૦