________________
અમૃત પદ - ૩૦ સર્વ પ્રદેશે સ્વરસથી ભરિયો, હું ચેતનરસ દરિયો.. (૨) ધ્રુવપદ. ૧ સર્વ દિશાએ સર્વ પ્રદેશ, સ્વરસથી નિર્ભર ભરિયો, ભાવ જેનો સ્વ સ્વયં તે ચેતું, હું અનુભવ રસ દરિયો.. સર્વ પ્રદેશે. ૨ સ્વયં સ્વને હું એક અનુભવું, દ્વૈતભાવ જ્યાં નહિ, એવો નિરંતર ચેતન ચેતું, ભાવ અદ્વૈત જ જ્યાંહિ... સર્વ પ્રદેશે. ૩ છે ન છે ન મુજ કોપણ મોહ, કોઈ પ્રકારનો ક્યાંહિ, ભગવાન અમૃતમય ચિંઘનનો, મહાનિધિ છું હું આંહિ... સર્વ પ્રદેશે. ૪
અમૃત પદ - ૩૧ થયો ઉપયોગ આત્મારામ, થયો ઉપયોગ આત્મારામ... ધ્રુવપદ. ૧ એમ અન્ય સર્વે ભાવો આ, જૂદા જ મુજથી છેક, જાણી આત્માથી કરી અળગા, પ્રગટ્ય ફુટ સુવિવેક... થયો ઉપયોગ આત્મારામ. ૨ સ્વયં જ આ ઉપયોગ ધરતો, આત્માને અહીં એક, પરમાર્થ પ્રકટ કરતા દર્શન, જ્ઞાન-ચારિત્રે છેક... થયો ઉપયોગ આત્મારામ. ૩. કરી પરિણતિ નિત્ય જ ધરતો, રત્નત્રયી પરિણામ, ઉપયોગ શુદ્ધ પ્રવૃત્ત થયો આ, થઈને આત્મારામ... થયો ઉપયોગ આત્મારામ. ૪ આત્મારામ નંદન આરામે, કરતો નિત આરામ, રમતો આત્મામાં અમૃત તે, ભગવાન આત્મારામ... થયો ઉપયોગ આત્મારામ. ૫
(સ્વાના) सर्वतः स्वरसनिर्भरभावं, चेतये स्वयमहं स्वमिहैकं । नास्ति नास्ति मम कश्चन मोहः, शुद्धचिद्घनमहोनिधिरस्मि ।।३०।।
(મતિની) इति सति सह सवैरन्यभावे विवेके, स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकं । प्रकटितपरमाथै र्दशनज्ञानवृत्तैः, कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः ॥३१॥
૭૩૭