________________
અમૃત પદ - ૨૬
(રાગ ઉપર પ્રમાણે). અહો ! જિનવર રૂપની શોભા ! અહો ! જિનવર રૂપની શોભા ! દેખત નિત્ય રહે જન થોભા, દેખત નિત્ય રહે જન થોભા... અહો ! જિનવર રૂપની. ૧ જે નિત્ય રહે અવિકારી, સુસ્થિત સવાંગ જ ધારી, અહો ! લાવણ્ય સહજ ભારી, અપૂર્વ અનન્ય પ્રકારી... અહો ! જિનવર રૂપની. ૨ સાગરવા ગંભીર જેવું, કંઈ ક્ષોભ ન પામે એવું, જિન તન અમૃતમય કરતું, દાસ ભગવાનનું મન હરતું... અહો ! જિનવર રૂપની. ૩
અમૃત પદ - ૨૭
મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ આત્મા દેહથી ભિન્ન પરમાર્થથી રે, એમ થયો સિદ્ધાંત નિર્ધાર... આત્મા. એકપણું છે દેહ ને આત્મનું રે, એમ ભલે ભણે વ્યવહાર... આત્મા. ૧ તોય નિશ્ચયથી દેહ આત્મનું રે, એકપણું કદી ન જ હોય... આત્મા. દેહ સ્તુતિથી સ્તોત્ર પુરુષનું રે, વ્યવહારે - ન તત્ત્વથી સોય... આત્મા. ૨ સ્તોત્ર નિશ્ચયથી ચૈતન્યનું રે, ચૈતન્ય સ્તુતિથી જ થાય... આત્મા. ને તે ચૈતન્ય સ્તુતિ એમ છે રે, જિતેંદ્રિય છે જિનરાય... આત્મા. ૩ જિતમોહ વળી જિનરાજજી રે, ક્ષીણમોહ પણ જિન તેમ. આત્મા. એવા શુદ્ધ ચેતન ગુણ વર્ણને રે, કહી સ્તુતિ નિશ્ચયથી એમ... આત્મા. ૪ તેથી તીર્થકર સ્તવ પ્રશ્નના, ઉત્તર બલે કરીને આમ... આત્મા. નો'ય એકપણું દેહ આત્મનું રે, ભાખે ભગવાન “અમૃત' નામ... આત્મા. ૫
(મા) नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यं । अक्षोभमिव समुद्रं जिनेंद्ररूपं परं जयति ॥२६।।
S | (શાર્દૂલવિકીડિત) एकत्वं व्यवहारतो न पुनः कायात्मनो र्निश्चया - त्रुः स्तोत्रं व्यवहारतोस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः । स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे - नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्मांगयोः ॥२७।।
૭૩૫