________________
અમૃત પદ - ૧૫
જય જિનદેવા' - એ રાગ, રત્નમાલા નિત્ય ઉપાસો ! નિત્ય ઉપાસો ! શાનઘનો આ આત્મ, આત્મસિદ્ધિને ઈચ્છનારા રે, અહો ! મુમુક્ષુ મહાત્મ... નિત્ય ઉપાસો. ૧ જ્ઞાન અમૃત ઘન વૃષ્ટિ કરતો, પરમાનંદ પ્રધાન, સકળ પ્રદેશે એહ આતમા, જ્ઞાન જ્ઞાન ને શાન... નિત્ય ઉપાસો. ૨ સાધ્ય નિશ્ચયે આત્મા એહ જ, સાધક પણ છે આ જ, દ્વિધા સાધ્ય સાધક ભાવે છે, છતાં એક આત્મા જ... નિત્ય ઉપાસો. ૩ એવા સાધ્ય. આ સાધક ભાવે, સદા ઉપાસો આત્મ, જ્ઞાનઘનો અમૃત જ્યોતિ આ, ભગવાન પરમાત્મ... નિત્ય ઉપાસે. ૪
અમૃત પદ - ૧૬-૧૯ “પંથડો નિહાળું રે, બીજા જિન તણો રે' - એ રાગ દર્શન શાન ચારિત્રથી સાધિયે રે, શુદ્ધાત્મા નિજ સાધ્ય, રત્નત્રયીથી નિશ્ચય પામિયે રે, આત્મસ્વરૂપ અબાધ્ય... દર્શન. ૧ દર્શન-જ્ઞાન-ચારિત્રે ત્રણપણું રે, સ્વયં એક અતિ ચિત્ર, તેથી પ્રમાણથી એકી સાથમાં રે, આત્મા ચિત્ર-અચિત્ર દર્શન. ૨ દર્શન શાન ચારિત્ર એ ત્રણપણે રે, પરિણતપણે વિચિત્ર એક છતાં ત્રિસ્વભાવપણે કરી રે, છે વ્યવહારે ચિત્ર... દર્શન સર્વ અન્ય ભાવોને ધ્વસતા રે, સ્વભાવપણાથી પવિત્ર, એક પ્રગટ આ શાયક જ્યોતિથી, પરમાર્થથી અચિત્ર... દર્શન. ૪ ચિત્રપણામાં અચિત્રપણા મહીં રે, ચિત્રાચિત્રપણામાં જ, આત્માની ચિત્તાથી જ બસ થયું રે, બીજું જોઈએ ના જ... દર્શન. ૫ દર્શન જ્ઞાન ચારિત્રથી સાધ્યની રે, સિદ્ધિ - ન અન્ય પ્રકાર, એમ જ પ્રગટે અમૃત જ્યોતિ આ રે, ભગવાન સમયસાર... દર્શન. ૬
(ગુરુ) एष ज्ञानघनो नित्य-मात्मसिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन, द्विधैकः समुपास्याताम् ||१५||
दर्शनज्ञानचारित्रै स्त्रित्वादेकत्वतः स्वयं । . मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ॥१६॥ दर्शनज्ञानचारित्रेस्त्रिभिः परिणतत्वतः । ऐकोऽपि विस्वभावत्वाद् व्यवहारेण मेचकः ॥१७|| परमार्थेन तु व्यक्तज्ञातुत्वज्योतिषैककः । सर्वभावांतरध्वंसिस्वभावत्वाद मेचकः ||१८|| आमनश्चिंतयैवालं मेचकामेचकत्वयोः । दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ।।१९।।
૭૩૧