________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૦ આત્મજ્યોતિ અનુભવીએ, અમે આ આત્મજ્યોતિ અનુભવીએ... ધ્રુવપદ કોઈ પ્રકારે ત્રિવિધપણાને, ગ્રહતી તેહ છતાં યે, અપતિત જ જે એકપણાથી, એક સદાય જણાયે... અમે આ આત્મજ્યોતિ. ૧ ભાવમલ વિભાવ નહિ જ્યાં, એવી અચ્છ સદાયે, આત્મજ્યોતિ શુદ્ધ નિર્મળી, સતત જ અનુભવાયે... અમે આ આત્મજ્યોતિ. ૨ અનંત ચૈતન્ય ચિહ્નવંતી જે, પ્રગટ લક્ષણ જણાયે, એહ સતત અનુભવતાં નિશ્ચય, આત્મસિદ્ધિ પમાયે... અમે આ આત્મ. ૩ કારણ બીજો કોઈ પ્રકારે, સાધ્યસિદ્ધિ નવ થાય, - , ભગવાન આ આતમ અનુભવતાં, પરમામૃત સુખદાય... અમે આ આત્મ. ૪
અમૃત પદ - ૨૧ , “સુમતિ ચરણ કજ આતમ અરપણા' - એ રાગ શુદ્ધાતમ જે અનુભવ પાવે, “દર્પણ” જ્યમ અવિકાર'... સુજ્ઞાની. શુદ્ધ સ્વભાવે તેહ રહે છે, પામે ન કદી ય વિકાર... સુજ્ઞાની. ૧ ભેદવિજ્ઞાન તો મૂલ છે જેનું, એવી અનુભૂતિ સાર... સુજ્ઞાની. પોતાથી કે પરથી જે પામે, અચલિત કોઈ પ્રકાર... સુજ્ઞાની. ૨ તેહ અનંતા ભાવ સ્વભાવે, લહે ન વિકૃત ભાવ... સુજ્ઞાની. દર્પણ જેમ સદાય સ્વભાવે, રહે અવિકાર જ સાવ... સુજ્ઞાની. ૩ દર્પણમાંહી અર્પણ થાતા, ભાવ અનેક નિમગ્ન... સુજ્ઞાની. પણ પ્રતિબિંબિત તે ભાવોથી, મુકરે વિકાર ન લગ્ન... સુજ્ઞાની. ૪ તેમ અનંતા ભાવ સ્વભાવો, થાયે આત્મ નિમગ્ન... સુજ્ઞાની. એથી વિભાવ વિકાર લહે ના, ભેદજ્ઞાની આત્મમગ્ન... સુજ્ઞાની. ૫ એમ આદર્શ સમા આદર્શ, સ્વચ્છ નિર્મલ ને શુદ્ધ... સુજ્ઞાની. જ્ઞાની અમૃત જ્યોતિ અનુભવતા, ભગવાન તે નિત્ય બુદ્ધ... સુજ્ઞાની. ૬
(માલિની) कथमपि समुपात्तत्रित्वमप्येकताया, अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम् । सततमनुभवामोऽनंतचैतन्यचिह्न, ન વસ્તુ ન વસુ યહ્માન્યથા સાધ્યિિદ્ધ: //રના
कथमपि हि लभंते भेदविज्ञानमूला - मचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा । प्रतिफलनिमग्नानंतभावस्वभावै - मुकुरवदविकाराः सततं स्युस्ते एव ।।२१।।
૭૩૨