________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૪ “શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો - એ રાગ
જ્યોતિ પરમ તે હોજો અમને ! જ્યોતિ પરમ તે હોજો ! અંતરમાં ને બહાર જ્વલંતી, નિત્ય પ્રકાશિત હોજો !... રે જ્યોતિ પરમ. ૧ અખંડિત જે વરતે સ્વભાવે, અનાકલિત પરભાવે, અનંત એવી ઝગમગ જ્યોતિ, અંત કદી જસ ના'વે... રે જ્યોતિ પરમ. ૨ સહજ સ્વભાવ વિના પ્રયાસે, અકૃત્રિમ જેહ ઉલ્લાસે, સહજાત્મસ્વરૂપે વિલસંતી, ભલે સદા તે પ્રકાશે... રે જ્યોતિ પરમ. ૩ ચેતના ઉછાળે ભરિયા, એકરસે ઉલ્લાસંતી, એકરસ સબરસની લીલા, સકલ કાલ દરશંતી.. રે જ્યોતિ પરમ. ૪ ચિદૂઘન એવી સકલ પ્રદેશે, ચૈતન્યરસ તે ઝરંતી, ભગવાન અમૃત જ્યોતિ તે, સહજ સ્વરૂપ વતી... રે જ્યોતિ પરમ. ૫
पृथ्वी वृत्त अखंडितमनाकुलं ज्वलदनंतमंतर्बहि । महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालंबते, यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितं |१४||
૭૩૦