________________
અમૃત પદ - ૧૨ “મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ દેવ સ્વયં શાશ્વત આ આતમા રે, ઝળહળ જ્યોતિ નિહાળ ! દેવ. પ્રગટ અનુભવે પ્રકાશતો રે, જે આમ અંતર નિભાળ !... દેવ. ૧ ભૂત ભાવિ અને વર્તમાનનો રૂ. 4 કોઈ હથી હઠાવી મોહને રે, સુધી કરે અંતરમાં ભાળ... દેવ. ૨ તો આત્મા ત્યાં વ્યક્ત બિરાજતો રે, કરતો ધ્રુવ પદ આરામ... દેવ. એક આત્માનુભવે જ જેહનો રે, ગમ્ય હોય મહિમા ગુણધામ... દેવ. ૩ રહિત કર્મકલંકના પંકથી રે, જે રહ્યો સદા અકલંક... દેવ. એવો દિવ્યપણાથી શોભતો રે, દેવ આત્મા જ પોતે અશંક... દેવ. ૪ આત્મદેવ એવો ભગવાન આ રે, શાશ્વત સદા સ્થિતિવાન... દેવ. અહો ! જેઠ આરાધતાં પામીએ રે, પરમામૃત પદવી ઠાણ... દેવ. ૫
અમૃત પદ - ૧૩
થાશું પ્રેમ બન્યો છે રાજ' - એ રાગ આત્મ અનુભૂતિ જ્ઞાનઅનુભૂતિ, બન્ને એક જ જણો, આત્મા એક જ જ્ઞાન સ્વરૂપી, અનુભવમાં એ આણો... આત્મ અનુભૂતિ... ૧ શુદ્ધ નયાત્મક શુદ્ધ આત્મની, અનુભૂતિ જે અહીં જાણો, તે જ અનુભૂતિ જ્ઞાન તણી છે, નિશ્ચય એમ પ્રમાણો... આત્મ અનુભૂતિ. ૨ જ્ઞાન અને આત્મા એક જ એ, નિશ્ચય ધી અવધારી, આત્માને નિજ આત્મામાંહિજ, નિખૂકંપ અતિ ધારી... આત્મ અનુભૂતિ. ૩ જોતાં એક જ નિત્ય જ્ઞાનઘન, સર્વ દિશેય પ્રકાશે, ભગવાન અમૃત જ્યોતિ આ, આત્માનુભવ વિલાસે... આત્મ અનુભૂતિ. ૪
- શાર્દૂતવિક્રીડિતા भूतं भांतमभूतमेव रभसान्निर्भिद्य बंधं सुधी - र्यातः किल कोप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोयमास्ते ध्रुवं, नित्यं कर्मकलंकपंकविकलो देवः स्वयं शाश्वतः ।।१२।।
वसंततिलका आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या, ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध्या । आत्मानमात्मनि निवेश्य सुनिष्पकंपा - मेकोस्ति नित्यमवबोधघनः समांतात् ||१३||
૭૨૯