________________
અમૃત પદ - ૪
“સાહેબા વાસુપૂજ્ય જિગંદા' - એ રાગ સમયસાર સ્વરૂપ તેહ ભાળે, જ્યોતિ પરમ તેહ નિહાળે, ઝળહળ જ્યોતિ અતિ ઝળહળતી, આતમ અનુભવ માંહિ ભળતી... સમયસાર. ૧ નય ઉભયનો ઝઘડો મિટાવે, “સ્માત' મુદ્રા અંક ધરાવે, એવા જિનવચને જે રમે છે, આપોઆપ જ મોહ વમે છે... સમયસાર. ૨ તેહ સમયસાર તતકાળે, પર જ્યોતિ પ્રગટ નિહાળે, નથી નવીન જે ઉપજેલી, પુરાણી જે છે જ રહેલી... સમયસાર. ૩ પક્ષ એકાંતિક જે ઝાલે, એવા દુર્નય પક્ષની જાલે, ખુદન (ખંડન) જેનું ન જ કોઈ કાળે, એવી ઝળહળ જ્યોતિ નિહાળે... સમયસાર. ૪ સમયસારનું દર્શન પામે, પ્રગટ આત્મ અનુભવ ધામે, અમૃતચંદ્ર સ્વરૂપ તે જ્યોતિ, દાસ ભગવાન લીએ તે ગોતી... સમયસાર. ૫
અમૃત પદ - ૫
ધાર તરવારની' - એ રાગ ત્યાં લગી હોય ઉપયોગ વ્યવહારનો, જ્યાં લગી ભૂમિકા પૂર્વ વ્યાપે, પૂરવ પદવીમહિ, પદ ધરે જે અહિં, તેહને હસ્ત અવલંબ આપે... ત્યાં લગી. ૧ યદ્યપિ એમ વ્યવહાર છે કામનો, પણ પછી તેહનો કંઈ ન કામો, જેહ પરમાર્થથી પરવિરહિતો, અંતરે પેખતા, તેહને તે નકામો... ત્યાં લગી. ૨ આ પરમ અર્થ તો શુદ્ધ ચેતન તણો, ચિત્ ચમત્કાર માત્ર પ્રભાસે, સકલ પરભાવવિરહિત ભગવાનની, મૂર્તિ અમૃતમયી જે પ્રકાશે... ત્યાં લગી. ૩
(મતિની) • માનવવિરોઘધ્વનિ ચાવવા, जिनवचसि रमंते ये स्वयं वांतमोहाः । सपदि समयसारं ते परंज्योतिरुच्चै - रनवमनयपक्षाक्षुण्णमीक्षत एव ॥४॥
व्यवरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या - मिह निहितपदानां हंत हस्तावलंबः । तदपि परममर्थं चिच्चमत्कारमात्रं, परविरहितमंतः पश्यतां नैष किंचित् ।।
૨૫