________________
(પૂર્વરંગ)
અમૃત પદ-૧* નમન હો સમયસાર પ્રતિ ! નમન હો સમયસાર પ્રતિ 1
પ્રગટ સ્વાનુભૂતિ દ્વારા એ, રહ્યો પ્રકાશી જેહ અતિ... નમન હો ! ૧ ચિત્ સ્વરૂપ છે સ્વભાવ જેનો, ભાવરૂપ જે વસ્તુ છતી,
અન્ય સર્વ ભાવાંતર કેરો, પરિચ્છેદ જે કરે અતિ... નમન હો | ૨
આત્મખ્યાતિથી આત્મખ્યાત તે, અમૃતચંદ્રજી પરમ મતિ,
દાસ ભગવાન અમૃત પદ રચતો, નમન કરે છે નિત્ય પ્રતિ. નમન હો ! ૩
અમૃત પદ ૨
-
નિત્ય પ્રકાશો ! નિત્ય પ્રકાશો ! મૂર્તિ અનેકાન્તમયી પ્રકાશો !
પ્રત્યગ્ આત્માનું તત્ત્વ પ્રત્યગ્ આ, અંતઃ પેખતી નિત્ય પ્રકાશો !... નિત્ય. ૧
પરની સાથે એક ન અંતો, એમ નિષેધે જેહ એકાંતો,
એક વસ્તુના અનેક અંતો, એમ પ્રરૂપે જે અનેકાંતો... નિત્ય પ્રકાશો ! ૨
પરની સાથે એક ન એવું, અનંત ધર્મી આતમ કેરૂં,
તત્ત્વ નિરાળું જેહ નિહાળે, સર્વથી જૂદું સાવ અનેરૂં નિત્ય પ્રકાશો ! ૩ મૂર્તિ અનેકાંતમયી, તે પ્રકાશો ! સર્વ એકાંતનો કરતી પ્રણાશો, ભગવાન અમૃત ચેતન મૂર્તિ, મૂર્તિ અનેકાંતમી પ્રકાશો !... નિત્ય પ્રકાશો ! ૪
परमर्षि अमृतचंद्राचार्य कृत अद्भुत दिव्य समयसार कलश रचना
नमः समयसाराय, स्वानुभूत्या चकासते ।
चित्स्वभावाय भावाय सर्व भावांतरच्छिदे ||१||
अनंतधर्मणस्तत्त्वं पश्यंती प्रत्यगात्मनः ।
अनेकान्तमयीमूर्त्ति नित्यमेव प्रकाशताम् ||२||
મહાકવિ અમૃતચંદ્ર વિરચિત અમૃત સમયસાર કલશનો યથાર્થ ભાવ ઝીલી ગૂર્જરીમાં ઉતારેલ ભાવોદ્ઘાટન રૂપ અમૃત પદ - ભગવાનદાસ
૭૨૩