________________
સમયસાર : આત્મખ્યાતિ
ગથવા નાનટ્યતાં તથાપિ - અથવા મોહ ભલે નાટવે - નાટક કરે ! જ્ઞાન જ્ઞાન થાય ને પુદ્ગલ પુદ્ગલ થાય તેમ આ કેવલ જ્ઞાનજ્યોતિ ઝળહળે છે એવા ભાવનો આ અમૃત સમયસાર - કળશ (૯૯) અમૃતચંદ્રજી અપૂર્વ આત્મ ભાવોલ્લાસથી લલકારે છે .
=
मंदाक्रांता
कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव, ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोपि । ज्ञानज्योति र्ज्वलितमचलं व्यक्तमंतस्तथोचै श्चिच्छक्तीनां निकर भरतोऽत्यंतगंभीरमेतत् ॥९९॥ કર્તા કર્તા જ્યમ ન બનતો કર્મ તે કર્મ ના જ, જ્ઞાન જ્ઞાન જ્યમ જ બનતું પુદ્ગલો પુદ્ગલો જ; જ્ઞાન જ્યોતિ જ્વલિત અચલા અંતરે વ્યક્ત તેમ; ચિત્રશક્તિના ભરર્થી અતિશે એહ ગંભીર એમ. ૯૯ અમૃત પદ-૯૯
અહો ! જ્ઞાન જ્યોતિ આ પ્રગટી ! કર્તા કર્મપણું સહુ વિઘટી. ૧ કર્તા કર્તા જેમ ન થાયે, કર્મ પણ કર્મ ન જ થાયે,
જ્ઞાન જ્ઞાન જ જેમ જ હોયે, પુદ્ગલ પણ પુદ્ગલ હોયે... અહો ! જ્ઞાન. ૨ એમ જ્ઞાનજ્યોતિ જ્વલિત અચલ આ, વ્યક્ત અંતરમાં ઉદિત આ, ચિત્રશક્તિભરે ગંભીરા, ભાખે ભગવાન અમૃત ગિરા... અરો ! જ્ઞાન. ૩
અર્થ - અથવા ભલે નટવો - નાટક કરો - તથાપિ - જેમ કર્તા કર્તા ન થાય ને કર્મ પણ કર્મ ન થાય અને જેમ જ્ઞાન જ્ઞાન થાય, પુદ્ગલ પણ પુદ્ગલ થાય તેમ ચિશક્તિઓના નિકર ભરથી અત્યંત ગંભીર એવી આ અચલ જ્વલિત જ્ઞાનજ્યોતિ અંતરમાં અત્યંતપણે વ્યક્ત થઈ. ૯૯.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘ભાસૈ જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન,
બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર
‘‘શુદ્ધ બુદ્ધ ચિદાનંદ નિરદ્વંદ્વ ભી મુકુંદ,
અફંદ અમોદ કંદ અનાદિ અનંત હૈ;
નિરમલ પરબ્રહ્મ, પૂર ન પ૨મ જ્યોતિ,
-
પરમ અગમ અકીરિય મહાસંત રે.'' - ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૭૪
અત્રે આ અધિકારના આ અંતિમ કળશ કાવ્યમાં મોહના સર્વનાશના પરમ ઉપાયરૂપ અનુપમ જ્ઞાન-જ્યોતિની મુક્ત કંઠે સ્તુતિ કરતાં પરમ જ્ઞાનજ્યોતિ સ્વરૂપ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી જ્ઞાનનું પરમ અદ્ભુત માહાત્મ્ય પ્રકાશે છે ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमंतस्तथोच्चै श्चिच्छक्तीनां નિર્મરતોડત્યંતનુંમીરનેત્ । ચિત્રશક્તિઓના નિકરભરથી - સમૂહભરથી જેનો તાગ ન મળી શકે એવી જે અત્યંત ગંભીર છે, એવી આ કદી પણ ચલાયમાન ન થાય એ ‘અચલ', ઝળહળતી – ઉગ્ર સ્વરૂપ તેજે જાજ્વલ્યમાન ‘જ્વલિત' જ્ઞાનજ્યોતિ અંતરમાં એવી તો ઉગ્રપણે વ્યક્ત - પ્રગટ થઈ, કે જેથી
૭૧૪