________________
સમયસાર : આત્મખ્યાતિ
સમૂહમાંથી - મૂળ પ્રવાહમાંથી મુક્ત થયો, ભ્રષ્ટ થઈ જૂદો પડ્યો. દૂર પૂરન્વિના દિને શ્રાત્રિનોધાવ્યુતો - પછી તે ઓઘ ભ્રષ્ટ - સ્વરૂપ ભ્રષ્ટ મોહમૂઢ આત્મા આત્માને ફસાવી દેનારી ઘણા વિકલ્પોની જાલ જ્યાં ફેલાયેલી હતી એવા “ભૂરિ વિકલ્પ જલ ગહન'માં - વિકલ્પના ગાઢ જંગલમાં પોતાના નિજ સ્વરૂપથી દૂર દૂર જઈ ભમતો હતો. સૂરદેવ વિવેનિન મનાત્રીત નિનીઉં વાત - હવે તેને દૂરથી જ “વિવેક નિમ્ન ગમનથી બળથી નિજ ઓઘમાં લઈ જવામાં આવ્યો', અર્થાત્ વિવેકરૂપ નિમ્ન' - નીચાણવાળા ભાગમાં ગમનથી બળથી - જબરજસ્તીથી પાછો પોતાના ઓઘમાં - “નિજ
ઓઘમાં લઈ જવામાં આવ્યો. વિજ્ઞાનૈરવેશ્વરસિનામાભિાનમાદિરનું છે. એટલે હવે પછી આવો વિજ્ઞાનૈકરસવાળો આત્મા વિજ્ઞાનૈકરસીઓને આત્માને આહરતો – લઈ આવતો, જલની જેમ આત્મામાં જ “સદા ગતાનુગતતા” પામે છે, પાણીનો વહેળો જેમ પોતાના ઓઘમાં - પ્રવાહમાં ભળી પછી તે જ પોતાના જલપ્રવાહમાં ગમનાનુગમન કર્યા કરે છે, તેમ આ આત્મા પણ પાછો પોતાના ‘નિજ ઓઘમાં' - નિજ સિદ્ધ શુદ્ધ સ્વરૂપ પ્રવાહમાં ભળી ગયા પછી તેમાં જ સદાને માટે શાશ્વતપણે ગમન અને અનુગમન કર્યા કરે છે - સાભળેવ સવા તાલુકાતામાયાયં તોયવત્ |
૭૦૬