________________
કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૪
નિર્વિકલ્પ આત્મામાં આગત આત્માની આત્મામાં જ ગતાનુગતતા પ્રકાશતો સમયસાર કળશ (૯૪) લલકારે છે –
शार्दूलविक्रीडित दूरं भूरिविकल्पजालगहने भ्राम्यनिजौघाच्युतो, दूरादेव विवेकनिम्नगमनानीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन्, आत्मन्येव सदा गतानुगततामायात्यं तोयवत् ॥९४॥ બ્રામ દૂર વિકલ્પ જલ ગહને ચૂકી સ્વ ઓઘો થકી, દૂરથી જ વિવેક - નિમ્નગમને દોર્યો નિજૅઘે નકી; વિજ્ઞાનૈકરસી તકરસીને આત્મા સ્વને આણતો, આત્મામાં જ સદા ગતાનુગતતા આ નીર શું પામતો. ૯૪
અમૃત પદ-૯૪ આત્મા ગતાનુગત કરે આત્મમાં... આત્મા. ધ્રુવ પદ. ૧ ચૂકી નિજ પ્રવાહથી દૂરે, ભમતો વિકલ્પ જાલના પૂરે, વિવેક-નિમ્નગમનથી દૂરથી, દોરાયો નિજ પ્રવાહે જોરથી... આત્મા. ૨ આત્મા વિજ્ઞાનૈકરસે ઘનો, આત્મા તÊકરસીને આણતો,
ગતાનુગતતા નિત આત્મમાં, પામે જલશું અમૃત ભગવાનમાં... આત્મા. ૩ અર્થ - નિજ ઓઘથી (સમૂહથી વા પ્રવાહથી) ટ્યુત થયેલો બહુ વિકલ્પ જાલ ગહનમાં દૂર ભમતો, દૂરથી જ વિવેકનિમ્નગમનથી (નિમ્ન ગમનથી) બળથી નિજ ઓઘમાં લઈ જવાયેલો એવો વિજ્ઞાનૈકરસ આ આત્મા, તદેકરસીઓને (તે એક આત્માના જ રસીઆઓને) આત્માને આહરતો, જલની જેમ આત્મામાં જ ગતાનુગતતા પામે છે.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બહ્મરસના ભોગી' રસદેવકો નિરંજનકો પીવહી, રહી જોગ જુગો જાગ સો જીવહી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૧૨
અત્રે મહાકવીશ્વર આર્ષદૃષ્ણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ સુંદર હૃદયંગમ તત્ત્વબોધક ઉપમા રજૂ કરી આત્માનું સ્વરૂપમાં પ્રત્યાગમન અને અખંડ સ્વરૂપસ્થિતિ પરમ અદ્દભુત કવિત્વપૂર્ણ સ્વભાવોક્તિથી વર્ણવતું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે – જેમ પાણીનો કોઈ એક વહેળો છે, તે પોતાના ઓઘથી - સમૂહથી - પ્રવાહથી ટ્યુત થયો છે, ભ્રષ્ટ થઈ જૂદો પડ્યો છે. પછી તે
કેલાયેલી છે. એવા ગહન ગાઢ જંગલમાં દૂર - લાંબે સુધી ભમ્યા કરે છે. હવે તે કોઈ નીચાણવાળા - “નિમ્ન” સ્થળમાં ગમન કરે છે, એટલે તે ઢળતો ઢળતો પાછો નિજ ઓઘમાં - પોતાના સમૂહમાં - મૂળ પ્રવાહમાં ભળી જાય છે અને પછી તે તેમાં જ – અખંડ એકરસ જલપ્રવાહમાં જ પ્રવહ્યા કરી ગતાનુગતપણું ગમનાનુગમન કર્યા કરે છે.
તેમ આ આત્મા “નિજ ઓઘથી” - ઓઘથી - સામાન્યથી - સંગ્રહનયથી - સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપવાળો છે, એટલે નિશ્ચયથી આ આત્મા સિદ્ધ ઓઘ-સમૂહનો હોઈ સિદ્ધ શુદ્ધ સ્વરૂપ એ જ આત્માનો “નિજ ઓઘ' છે. હવે અનાદિ મોહસંયુક્તપણાને લીધે આ આત્મા આ નિજ ઓઘમાંથી -
૭૦૫