________________
સમયસાર : આત્મખ્યાતિ
પદાર્થ - “સમયસાર” - શુદ્ધ આત્મા “નિભૂતોથી' - સહજત્મસ્વરૂપમાં મૌનપણે ગૂપચૂપ છાનામાના બેસી ગયેલા મુનિઓથી - જ્ઞાનીઓથી સ્વયં - આપોઆપ આસ્વાદાઈ રહેલો ભાસે છે, તે “વિજ્ઞાનૈકરસ ભગવાન્ પુણ્ય પુરાણ પુરુષ” છે, વિજ્ઞાનૈરસ: સ gષ માવાન પુષ્યઃ પુરા: જુમાન્ | અર્થાતુ જ્યાં વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાન એ જ એક અદ્વિતીય અદ્વૈત રસ છે, વિજ્ઞાન સિવાય બીજો કોઈ રસ જ્યાં નથી, એવો ઐ જ્ઞાનૈશ્વર્યરૂપ “ભગ સંપન્ન ભગવાનું પુણ્ય - પાવન - પાવનકારી “પુરાણ” – અનાદિનો પુરાણો - અનાદિનો જૂનો ભૂક્કો ડોકરો પરમ વૃદ્ધ, શુદ્ધ ચૈતન્યરૂપ પુરમાં શયન કરનારો “પુરુષ” છે. આ ભગવાનું પુણ્ય પુરાણ પુરુષ એ જ જ્ઞાન છે, એ જ દર્શન છે, અથવા તો શું? જે કંઈ છે તે એક જ આ ભગવાન પુણય પુરાણ પુરુષ છે.
આ વિજ્ઞાનૈકરસ ભગવાન સમયસાર પુરાણ પુરુષનો જીવનમાં સાક્ષાતુ આત્યંતિક અનુભવ કરનારા પરમ આત્મદે શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર છે કે –
* “એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગતુ શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી હૈયે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. (ઈ.)”
- શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭૧૫), ૨૫૫
જુઓ: “અધ્યાત્મ રાજચંદ્ર (સ્વરચિત) પ્રકરણ અઠ્ઠાવનમું - પુરાણ પુરુષ અને સતુથી અભેદ સતુ ગુરુષ શ્રીમદ્
૭૦૪