________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૩ હવે આ કર્તા-કર્મ અધિકારનો સર્વોપસંહાર કરતાં સપ્ત (૪૮-૫૪) અમૃત સમયસાર કળશ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી સિદ્ગગનમાં સમર્ષિ સમા ચમકાવે છે, તે મળે આ પ્રથમ કળશમાં (૯૩), નયપક્ષ વિના નિર્વિકલ્પ ભાવથી અનુભવાતા આ સમયસાર પુરાણ પુરુષનું ઉત્કીર્તન કરે
शार्दूलविक्रीडित आक्रामनविकल्पभावमचलं पक्षै नयानां विना, सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयं । विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्, ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंचनैकोप्ययं ॥९३॥ નૈ પક્ષો વિણ આક્રમંત અચલો ભાવો વિકલ્પો હીણો, ભાસે સાર સ્વયં જ જે સમયનો ગુપચૂપુ સ્વદાતો ઘનો; વિજ્ઞાનૈકરસો જ તે પુનિત આ ભગવાન્ પુરાણો નરો, આ છે દર્શન જ્ઞાન તેમ કંઈ જે તે એક છે આ ખરો ! ૯૩
અમૃત પદ-૯૩
રત્નમાલા પુરાણ પુરુષ આ પરમ પ્રકાશે, ભગવાન્ આત્મા અમૃત પ્રભાસે... ધ્રુવ પદ. વિણ નયપક્ષો અચલો જ સાવ, આક્રીમંતો અવિકલ્પ ભાવ... પુરાણ. ૧ સાર સમયનો જેહ જણાતો, ગુપચુપથી સ્વયં સ્વાદ કરાતો... પુરાણ. ૨ વિજ્ઞાન એકરસ પુણ્ય આ ભરિયો, પુરુષ પુરાણો અમૃત દરિયો.. પુરાણ. ૩
જ્ઞાન ભગવાન્ આ દર્શન આ છે, જે કંઈ પણ ને એક જ આ છે... પુરાણ. ૪ અર્થ - નયોના પક્ષો વિના અચલ અવિકલ્પ ભાવને આક્રામતો એવો જે સમયનો સાર નિભૂતોથી (ગુપચુપ મૌનથી) સ્વયં આસ્વાદાઈ રહેલો ભાસે છે, તે વિજ્ઞાનૈકરસ આ ભગવાનું પુણ્ય પુરાણ પુરુષ છે, જ્ઞાન દર્શન પણ આ છે, અથવા તો શું? જે કંઈ છે તે એક જ આ છે. ૯૩
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “પુરાણ પુરુષને નમોનમઃ ***હે પુરુષ પુરાણ !
અમે તારામાં અને સત્પષમાં કંઈ ભેદ હોય એમ સમજતાં નથી, તારા કરતાં અમને તો સપુરુષ જ વિશેષ લાગે છે, કારણકે તું પણ તેને જ આધીન રહ્યો છે અને અમે પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યાં નહીં; એ જ તારૂં દુર્ઘટપણું અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૪, ૨૧૩
આત્મખ્યાતિના ગદ્યભાગમાં જે આ કહ્યું તેની પરિપુષ્ટિરૂપ ઉપસંહાર કરતાં પુરુષશાર્દૂલ અમૃતચંદ્રજી આ શાર્દૂલવિક્રીડિત કળશનો સિંહનાદ કરે છે - સીમન્નવિ7માવિમવતં પક્ષે ર્નિયાનાં વિના - અનેક પ્રકારના નયો છે, તેમાંથી કોઈ પણ નયના પક્ષનું ગ્રહણ કરતો નથી, એટલે “નયોના પક્ષો વિના' - નયપક્ષપાતના અભાવે, જે ચલાયમાન ન થાય એવા “અચલ' અવિકલ્પ ભાવને આક્રામી રહ્યો છે, સર્વ આત્મભાવથી - સર્વ આત્મપ્રદેશથી - સર્વ આત્મસામર્થ્યથી આક્રમીને - દબાવીને સ્થિર રહ્યો છે, એવો - સારો ૧: સમયસ્થ મતિ નિમૃર્તીસ્વામિન: સ્વયં - જે આ સમયનો સાર - ઉત્તમ
૭૦૩