________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૨ છે, તે એક ચિત ભાવ - ચિતુ પર્યાયનો અભાવ થવાથી અભાવરૂપ અને એક ચિતભાવ - ચિત પર્યાયનો ભાવ થવાથી ભાવરૂપ, એમ અભાવ ભાવરૂપ છે. આમ એક પૂર્વ ચિતભાવનો અભાવ અને ઉત્તર ચિતું ભાવનો ભાવ એમ નિરંતર થયા કરે છે, એવો આ ચિત્ દ્રવ્યરૂપ ચિભાવ પરમાર્થતાથી - પરમાર્થપણાથી - શુદ્ધ તત્ત્વતાથી શુદ્ધ વસ્તુપણે એક એક ને એક ચિત્ જ છે. સર્વ પર્યાય ભાવને વિષે એક શુદ્ધ ચિભાવ ચિભાવ ને ચિભાવ જ છે. આમ ચિતુસ્વભાવ ભરથી ભાવિત એવો જે આ ભાવ તે પરમાર્થતાથી એક શુદ્ધ ચિદુભાવ જ છે. આવા અપાર - જેનો પાર નથી તે એક - અદ્વૈત - શુદ્ધ ચિલ્કાવરૂપ સમયસારને - શુદ્ધ આત્માને હું સમસ્ત બંધજાળને એકી સપાટે ફગાવી દઈ ચેતું છું - શુદ્ધ જ્ઞાનચેતનાથી ચેતું છું – અનુભવું છું, પ્રત્યક્ષ પ્રગટ જીવન્મુક્ત દશા અનુભવું છું.
s૯૭