________________
સમયસાર : આત્મખ્યાતિ
સમસ્ત બંધપદ્ધતિ ફગાવી હું સમયસાર અનુભવું છું એવા ભાવનો સમયસાર કળશ (૪૭) પ્રકાશે
स्वागता - चित्स्वभावभरभावितभावा - ऽभावभावपरमार्थतयैकं । बंधपद्धतिमपास्य समस्तां,
चेतये समयसारमपारं ॥१२॥ ચિતુ સ્વભાવ ભર ભાવિત ભાવા - ભાવ ભાવ પરમાર્થથી એક; ચેતું તે સમયસાર અપારો, ફેંકી દૈ સકલ બંધ પથારો. ૯૨
અમૃત પદ-૯૨ ચેતું સમયસાર અપારો, જેનો કદીય ન આવે પારો... ચેતું. ૧ ચિત્ સ્વભાવે સભર જે ભરિયો, ભાવ અમૃતનો છે દરિયો; પરભાવનો છે જ્યાં અભાવ, સ્વભાવનો સદા છે ભાવ.. ચેતું. ૨ એવો અનુભવતાં વિણ પાર, ચેતું સમયસાર અપાર;
બંધપદ્ધતિ સકલ ફગાવી, ભગવાનું અમૃત જ્યોતિ જગાવી... ચેતું. ૩ અર્થ - ચિનુ સ્વભાવભરથી ભાવિત ભાવ-અભાવ ભાવની પરમાર્થતાથી એક એવા અપાર સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિ ફગાવી દઈને ચેતું છું – અનુભવું છું. ૯૨
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હું પરમ શુદ્ધ અખંડ ચિલ્ ધાતુ છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૯૯, હાથનોંધ
આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધૂકી તારી; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે.” - આનંદઘન પદ-૭
ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં જે કહ્યું તેના પર આ કળશ ચઢાવતાં આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા પરમષિ અમૃતચંદ્રાચાર્યજી શુદ્ધ આત્મભાવની પરિપુષ્ટિ કરતાં વદે છે કે - વિસ્વભાવમર ભવિતભાવ મવમવ૫રમાર્થતર્ધમ્ - ચિનુ - સ્વભાવભરથી ભાવિત ભાવના અભાવ ભાવની પરમાર્થતાથી એક એવા અપાર સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિ અપાસ્ત કરીને - દૂર ફગાવી દઈને ચેતું છું - વંધપતિપસ્ય સમસ્તાં તરે સમયસારમાર | - અર્થાત્ “ચિત્' સ્વભાવ એજ આત્માનો સ્વભાવ ભાવ છે, તેના ભરથી - પૂર્ણતાથી ભાવિત થયેલો જે ભાવ - આત્મભાવ છે, તે અભાવ-ભાવરૂપ છે, એટલે કે પરભાવનો ભાવ-હોવાપણું ત્યાં નહિ હોવાથી તે અભાવરૂપ છે અને આત્મભાવનો ભાવ - હોવાપણું હોવાથી તે ભાવરૂપ છે, આમ જ્યાં પરભાવનો અભાવ ને આત્મભાવનો ભાવ છે તે પરમાર્થતાથી એક છે. એવા અપાર - જેનો પાર નથી તે એક - અદ્વૈત સમયસારને - શુદ્ધ આત્માને સમસ્ત બંધ પદ્ધતિને - બંધ પરંપરાને - બંધ શ્રેણીને - બંધ જલને એકી સપાટે અપાસ્ત કરી - દૂર ફગાવી દઈ હું ચેતું છું - શુદ્ધ જ્ઞાન ચેતનાથી ચેતું છું - અનુભવું છું, પ્રત્યક્ષ પ્રગટ જીવન્મુક્ત દશા અનુભવું છું.
અથવા ચિતુસ્વભાવના ભરથી - પૂર્ણભાવથી ભાવિત થયેલો જે ભાવ - આત્મભાવ છે, તે તેના અભાવ - ભાવની પરમાર્થતાથી એક છે. અર્થાત્ ચિસ્વભાવથી પૂર્ણ ભાવિત એવો જે શુદ્ધ ચેતનભાવ
૬૯૬