________________
સમયસાર : આત્મખ્યાતિ
એક કરતૂતિ દોઈ દર્બ કબ હોં ન કરે,
માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં, બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાનાં સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવલ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે? અર્થાત્ ન જ કરે.
દોઈ કરતૂતિ એક દર્દ ન કરતુ હૈ; તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં; એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં માટે. જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઈ, જીવ અને પુલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તો પણ અપને અપને રૂપ, કોઈ ન કરતુ હૈ: પોત પોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ હૈયે કે – જડ પરિનામનિકો, કરતા હૈ પુદગલ,
દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે. કારણકે તે દેહાદિ જડ છે અને જડ પરિણામ તો પુદ્ગલને વિષે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોતું નથી; એમ ગણી કહે છે કે,
ચિદાનંદ ચેતન સુભાઉ આચરતુ હૈ,
કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે માટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે, ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે, જો કે) જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૨૬), ૩૧૭
૫૪o